Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ગુજરાતના 2002 ની સાલના કોમી રમખાણોની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને SIT દ્વારા અપાયેલી ક્લીન ચિટ સામે ઝકિયા જાફરીની અરજી પર સુનાવણી આખરી તબક્કામાં

ન્યુદિલ્હી : ગુજરાતના 2002 ની સાલના કોમી રમખાણોની સુપ્રીમ કોર્ટમાં આખરી સુનાવણી શરૂ થઇ છે. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બનેલી બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પિટિશનર તરફથી દલીલ કરી રહ્યા છે.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય અધિકારીઓને સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટિમ ( SIT ) દ્વારા અપાયેલી ક્લીન ચિટ સામે ઝકિયા જાફરીની અરજી પર સુનાવણી ચાલુ થઇ છે. જે હવે આખરી તબક્કામાં છે.

ઉલ્લખનીય છે કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય એહસાન જાફરીની વિધવા ઝાકિયા જરફીએ SITના અહેવાલને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન મારફતે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો જેમાં ગોધરા હત્યાકાંડ બાદ કોમી રમખાણો ભડકાવવામાં ઉચ્ચ રાજ્ય અધિકારીઓ દ્વારા "મોટા ષડયંત્ર"ને નકારી કાઢવામાં આવ્યું હતું. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(11:56 am IST)