Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કોરોના મહામારી ઇફેકટ

મહાસાગરોમાં ઠલવાયો ૨૬૦૦૦ ટન કચરો

૮૭.૪ ટકા પ્‍લાસ્‍ટિકનો કચરો હોસ્‍પિટલોમાંથી, ૧૨.૬ ટકા ખાનગી ક્ષેત્રથી કચરો ઠલવાયોઃ જળચર જીવો ઉપર ખતરો

નવી દિલ્‍હી, તા.૧૦: કોરોના મહામારીના કારણે વધુ એક સંકટ ઉભું થઇ ગયું છે. તેના કારણે મહાસાગરોમાં લગભગ ૨૬ હજાર ટન કચરો વધી ગયો છે. તેમાં સૌથી વધારે પીપીઇ કીટ, હેડન્‍ડ ગ્‍લવ્‍ઝ, માસ્‍ક અને મેડીકલ કચરો છે. આમાં ૮૭.૪ ટકા હોસ્‍પિટલોનો અને ૧૨.૬ ટકા ખાનગી કચરો સામેલ છે. નેશનલ એકેડમી ઓફ સાયન્‍સ જર્નલમાં પ્રકાશિત અભ્‍યાસમાં આ ખુલાસો થયો ે. આના કારણે જળચર જીવો પર જોખમ વધી ગયું છે.
૧૯૩ દેશોમાં થયેલ અભ્‍યાસ અનુસાર, વિશ્‍વમાં મહામારી દરમ્‍યાન કુલ ૮૪ લાખ ટન કચરો ઉત્‍પન્‍ન થયો છે. મહાસાગરોમાં આવેલ ૨૫૯૦૦ ટન કચરામાંથી સૌથી વધારે ૪૬ ટકા કચરો એશીયા ખંડમાંથી આવ્‍યો છે. એવો ભય વ્‍યકત કરાયો છે કે આમાંથી ૭૫ ટકા કચરો પાછો દરિયાકિનારા પર આવશે.
કચરાની વાહક ટોચની પાંચ નદીઓ
૧. દક્ષિણ-પૂર્વ ઇરાકની શત અલ અરબ    ૫૨૦૦ ટન
ર. પヘમિ તિબેટની સિંધુ                          ૪૦૦૦ ટન
૩. ચીનની યાંગભી                                ૩૭૦૦ ટન
૪. જર્મનીની ડેન્‍યુલ                               ૧૭૦૦ ટન
૫. ચીનની અમુર                                    ૧૨૦૦ ટન
કચરાવાહક ટોચની પાંચ નદીઓમાં ભારતની એક પણ નથી જયારે ચીનની બે નદીઓ સામેલ છે.

 

(11:40 am IST)