Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

SBI લોન કૌભાંડ : રાજસ્થાન હાઈકોર્ટે ધીર એન્ડ ધીર એસોસિએટ્સના આલોક ધીર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પર સ્ટે મૂક્યો : 2007 ની સાલમાં 25 કરોડ રૂપિયાનું ધિરાણ આપ્યું હતું : આગામી સુનાવણી 13 ડિસેમ્બર, 2021ના રોજ

જોધપુર : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) લોન કૌભાંડના સંબંધમાં ધીર અને ધીરના મેનેજિંગ પાર્ટનર આલોક ધીર સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવા માટે 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ જેસલમેર કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને રાજસ્થાન હાઈકોર્ટે મંગળવારે સ્ટે આપ્યો હતો.

નામદાર કોર્ટે ધરપકડ વોરંટ જારી કરવા બદલ રાજસ્થાન રાજ્યને પણ નોટિસ પાઠવી હતી. જોધપુર બેંચના સિંગલ-જજ જસ્ટિસ વિનિત કુમાર માથુરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM), જેસલમેર દ્વારા આપવામાં આવેલા આદેશ પર સ્ટે આપ્યો હતો.

આ સ્ટે આગામી સુનાવણીની તારીખ સુધી અમલમાં રહેશે.જે માટેની તારીખ 13 ડિસેમ્બર, 2021 રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલનો કેસ જેસલમેર હોટલ પ્રોજેક્ટના સંબંધમાં વર્ષ 2015માં નોંધાયેલ પ્રથમ માહિતી અહેવાલ (FIR) પરથી ઉભો થયો છે, જેને SBI દ્વારા 2007માં ધિરાણ આપવામાં આવ્યું હતું. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(11:32 am IST)