Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ઈલેક્‍ટ્રોનિકસ ચીજવસ્‍તુઓના ભાવો હજુ વધવાની સંભાવના

સેમીકન્‍ડકટર્સ એટલે કે ચીપની અછતને કારણે કાર, એપ્‍લાયન્‍સીસ, મોબાઈલ ફોન અને ટીવી સેટના ઉત્‍પાદનને અસર

નવી દિલ્‍હી, તા. ૧૦ :. દિવાળીના તહેવારો દરમિયાન ખરીદી વખતે ગ્રાહકોને ઘણી બધી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો હતો. સામાન્‍ય ચીજવસ્‍તુઓની અછતને કારણે લોકોએ વધુ કિંમત ચૂકવી ખરીદી પણ કરી હતી. હજુ પણ ફુગાવો વધવાની સંભાવના બની છે. જે અંગે નિષ્‍ણાંતોનું કહેવુ છે કે વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થામાં સપ્‍લાય ચેઈનમાં અડચણ ઉભી થઈ છે. જેના કારણે લોકોને મોંઘી ચીજવસ્‍તુઓ ખરીદવા મજબૂર થવુ પડે છે. કોન્‍ફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડીયા ટ્રેડર્સના જણાવ્‍યા પ્રમાણે દિવાળી દરમિયાન ભારતીયોએ કન્‍ઝયુમર ગુડસ પર ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ કન્‍ઝયુમર ઈલેક્‍ટ્રોનિકસ એન્‍ડ એપ્‍લાયન્‍સ મેન્‍યુ. એસો.ના આંકડા અનુસાર અમારે હોમએપ્‍લાયન્‍સીસ અને ઈલેક્‍ટ્રોનિકસ સામાનની અછતનો સામનો કરવો પડયો જેની કિંમત એક વર્ષ પહેલાની તુલનામાં ૧૨ ટકા વધી ગઈ છે.
સેમીકન્‍ડકટર્સ એટલે કે ચીપની અછતને કારણે કાર, એપ્‍લાયન્‍સીસ, મોબાઈલ ફોન અને ટીવી સેટના પ્રોડકશનને અસર કરી છે. નિષ્‍ણાંતોનું કહેવુ છે કે ચીપ મેટર મહત્‍વના કોમ્‍પોનન્‍ટ બનાવવા માટે મથી રહ્યા છે. આનો અર્થ એ પણ છે કે ભારતીય કારખાના અને ગ્રાહકો પ્રોડકટસની કિંમતો વધારવા માટે આવુ કરી રહ્યા હોય જેની અસર દિવાળી દરમિયાન પણ જોવા મળી. ઈલેક્‍ટ્રોનિકસ રીટેલર જણાવે છે કે દિવાળી બાદ સ્‍ટોક ઘટી ગયો છે. દિવાળી ઉપર પણ ઓછો હતો. આઈફોન સહિત હાઈએન્‍ડ મોબાઈલ ફોનની સપ્‍લાયમાં અડચણ હતી.
રીઝર્વ બેન્‍કના આંકડાઓ અનુસાર હાલના મહિનાઓમાં ફુગાવો ઘટયો છે પરંતુ તે વધવાની શકયતા છે.


 

(10:46 am IST)