Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

IIDA ઇકિવટી કાઉન્સીલના પ્રતિનિધિ તરીકે પ્રો. વિભાવરી જાનીની પસંદગી

રાજકોટ તા. ૧૦ : અમેરિકામાં કેન્સસ સ્ટેટ યુનિવર્સિટીમાં કોલેજ અોફ આર્કિટેકચર, પ્લાનિંગ ઍન્ડ ડિઝાઇન ખાતે ઇન્ટિરિયર આર્કિટેકચર ઍન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનના ઍસોસીઍટ પ્રો. વિભાવરી જાનીને ઇન્ટરનેશનલ ઇન્ટિરિયર ડિઝાઇન ઍસોસીઍશન દ્વારા પ્રતિષ્ઠિત આઇઆઇડીઍ ઇકિવટી કાઉન્સિલ પ્રતિનિધિ તરીકે સેવા આપવા પસંદ કરવામાં આવેલ છે. કાઉન્સીલ વિવિધતા, સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે જાતિવાદ વિરોધી અને પૂર્વગ્રહ વિરોધી નીતિઅો, ધ્યેયો, ઉદેશ્યોની પ્રતિબધ્ધતામાં ઉત્પાદન, વિકાસ અને માર્ગદર્શન પુરૂ પાડવાનું કામ કરે છે.

૨૦૧૩ ના રોટરી પીસ ફેલો વિભાવરી જાની ભારતના વતની, ઍક આર્કિટેક, ઇન્ટિરીયર ડિઝાઇનર, ચિત્રકાર, ગાયક અને નૃત્યાંગના તરીકે પ્રશિક્ષિત થયેલ છે. તેણીઍ સીઇપીટી યુનિવર્સિટી અમદાવાદ, ભારતમાંથી આર્કિટેકચરના સ્નાતકની ડીગ્રી અને વેઇન યુનિ., ડેટ્રોઇટ, મિશિગનમાંથી ઇન્ટિરિયર આર્કિટેકચરમાં માસ્ટર ડીગ્રી મેળવેલ છે. કેમ્સસ કેમ્પસ કોમ્પેકટ ઍન્ગેજડ ફેકલ્ટી ફેલોશિપ અને ૨૦૧૨ માં બિગ ૧૨ ફેકલ્ટી ફેલોશિપ ઍનાયત કરવામાં આવી હતી. તે ટીફોર્ડ ફેલો પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિભાવરી જાનીઍ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સિસ્ટર નિવદિતા શૈક્ષણિક સંકુલમાંથી મેળવેલ છે. તેઅો જાણીતા શિક્ષણવિદ્દ દંપતી શ્રીમતી ઉષાબેન જાની તથા શ્રી ગુલાબભાઇ જાનીના સુપુત્રી થાય છે. આઇઆઇડીઍ ઇકિવટી કાઉન્સીલના પ્રતિનિધિ તરીકે પસંદગી પામીને તેમણે ભારત તથા ગુજરાતનું ગૌરવ વધારેલ છે.

(10:38 am IST)