Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સંસદ : લખીમપુર ખીરી - રાફેલ કરાર - મોંઘવારી જેવા મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરશે

શિયાળુ સત્ર રહેશે ધમાકેદાર : મુખ્ય એજેન્ડાઙ્ગખેડૂત આંદોલન : કોંગ્રેસને ટીએમસી વિપક્ષને કરશે એકજુટ

નવી દિલ્હી તા. ૧૦ : નવેમ્બરના અંતમાં શરૂ થઇ રહેલા સંસદના શિયાળુ સત્રમાંઙ્ગયુપી સાથે જોડાયેલા લખીમપુર ખીરી કાંડની અસર રહેશે. વિપક્ષ ખાસ કરીનેઙ્ગઆ મામલે સરકારનેઙ્ગઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. આ ઉપરાંત રાફેલ કરારમાં થયેલાઙ્ગનવા ખુલાસા, મોંઘવારી જેવા મુદ્દા પર સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય જંગ થશે. સત્ર પહેલા સરકાર પર હુમલા બોલવા માટે કોંગ્રેસ અને ટીએમસી વિપક્ષને એકજુટ કરવાની મુહિમ રહેશે.

સંસદનું શીતસત્ર એવા સમયમાં થઇ રહ્યું છે જયારેઙ્ગકેટલાક મહિના બાદ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ,ગોવા સહિત પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી છે. આ મામલે હાલમાં બીજેપી અને વિપક્ષ વચ્ચે જુબાની જંગ રહેશે. મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી અને આ મામલે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનીઙ્ગધરપકડ બાદ બીજેપી અને એનસીપી આમનેઙ્ગસામને છે.

સત્ર દરમ્યાનઙ્ગવિપક્ષનું મુખ્ય એજેન્ડાઙ્ગકૃષિ કાયદા વિરૂદ્ઘ જાહેર ખેડૂત આંદોલન રહેશે. લખીમપુર ખીરીમાંઙ્ગગૃહ રાજયમંત્રી અજય મિશ્ર ટેનીના પુત્ર અને સમર્થકો દ્વારા આંદોલનરતઙ્ગખેડૂતો પર કાર ચડાવાની ઘટના બાદ આ મામલે તુલ પકડી લીધું છે. વિપક્ષ તેને સરકારને ઘેરવા માટે મોકો મળશે.

સત્ર પહેલા કોંગ્રેસ અને ટીએમસી વિપક્ષને એકજુટ કરવાના પ્રયત્નો કરશે. ટીએમસી સૂત્રોના જણાવ્યા મુજબ, મમતા બેનર્જી સત્ર શરૂ થયાના એક સપ્તાહ પહેલા વિપક્ષી નેતાઓનો સંપર્ક રહેશે. કોંગ્રેસ પણ એવા પ્રયત્નો કરશે કોંગ્રેસના પ્રયત્નો રાફેલ મામલે સરકાર પર હુમલા બોલવાની છે.બીજેપીનું કહેવું છે કે કમિશન યુપીએ સરકારના સમયે આપવામાં આવ્યું.ઙ્ગ બીજી બાજુ કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકારેઙ્ગતેની તપાસ કેમ કરી નહીં.

(10:17 am IST)