Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સંવત ર૦૭૮ ના વર્ષમાં ર ચંદ્રગ્રહણ અને ૩ સૂર્યગ્રહણ

ખગોળીયા ઘટના-હાલ ૧૯ નવેમ્‍બરે હિન્‍દુ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જયારે રપ ઓકટોબરે અંતિમ સૂર્યગ્રાહણ : જો કે, પાંચ પૈકી એક માત્ર રપ ઓકટોબરે થનારૂં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જ ભારતમાં દેખાશે


સુરત તા. ૧૦ : વર્ષે દહાડે આકાશ મંડળમાં સર્જાતી ગ્રહણની ખગોળિયા ઘટનાને લઇને ભારે કુતુહલ જોવા મળે છે. સામાન્‍ય લોકોની સાથે  જ વૈજ્ઞાનિકોમાં પણ ગ્રહણની ખગોળીય ઘટનાને લઇને ઉત્‍સુકતા દેખાઇ છે. જે અંતર્ગત વિક્રમ સંવત વર્ષ ર૦૭૮ ની શરૂઆત સાથે જ આખા હિન્‍દુ વર્ષમાં ગ્રહણની કુલ પ ઘટનાઓ આકાર પામશે. જે પૈકી ભારત દેશમાં માત્ર એક  ગ્રહણ જ દેખાશે. હાલમાં ૧૯ નવેમ્‍બરના રોજ વૃષભ રાશિમાં હિન્‍દુ વર્ષનું પહેલુંચંદ્રગ્રહણ થશે. જયારે વર્ષના અંતિમ દિવસોમાં રપ ઓકટોબરે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ તુલા રાશિમાં થશે.
જ્‍યોતિષશાષામાં ગ્રહણના વેધ અને સમયકાળને આધારે ધાર્મિક ક્રિયાઓ કરવાનું વિધાન છે. શાષાો પ્રમાણે પણ ગ્રહણના સ્‍પર્શ, મધ્‍ય અને મોક્ષનું મહત્‍વ આંકવામાં આવ્‍યું છે. જે અંતર્ગત હિન્‍દુ નૂતન વર્ષર૦૭૮માં ર ચંદ્રગ્રહણ અને ૩ સૂર્યગ્રહણની ઘટના બનશે. જો કે, તે પૈકી માત્ર અંતિમ ગ્રહણ જ ભારત દેશમાં દેખાવાનું હોય દેશવાસીઓને ગ્રહણનો નજારો મળશે. મહારાજ કિરીટદત્ત શુકલએ જણાવ્‍યું હતું કે, જ્‍યોતિષશાષામાં ગોચર ગ્રહોની સ્‍થિતિ લીધે રાહુ થકી સૂર્ય અને ચંદ્રમાં ગ્રહણ લાગે છે. જ્‍યોતિષશાષામાં ગ્રહણને જ્‍યોતિષીય ગ્રહો દ્વારા ઉત્‍પન્‍ન થતી સ્‍થિતિને ધર્મથી જોડવામાં આવે છે. જયારે વૈજ્ઞાનિક દ્રષ્‍ટિએ તેને સામાન્‍ય ભૌગોલિક ઘટના તરીકે માનવામાં આવે છે. હિન્‍દુ સંવત-ર૦૭૮માં એટલે કે ર૦ર૧ ની દિવાળીથી લઇને ર૦રર ની દિવાળી સુધીમાં પ ગ્રહણો થશે. તેમાં બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ રહેશે. હમણાં હિન્‍દુ સંવત વર્ષના આરંભે જ બે ગ્રહણ થશે. ૧૯ નવેમ્‍બરે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, ૪ ડિસેમ્‍બરે ખગ્રાસ સુર્યગ્રહણ, ૩૦ એપ્રિલે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, ૧૬ મેના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ અને રપ ઓકટોબરે ખંડગ્રામ સૂર્યગ્રહણ થશે. નવા વર્ષના પ્રથમ ચાર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જયારે અંતિમ રપ ઓકટોબરનું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારત સાથે જ પશ્વિમ એશિયા, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકામાં દેખાશે.
 ર ગ્રહણ વૃヘકિ રાશિમાં, અન્‍ય વૃષભ, તુલા, મેષ રાશિમાં
હિન્‍દુ વર્ષ દરમિયાન થનારા પાંચેય ગ્રહણો પર નજર કરીએ તો, હમણાં ૧૯ નવેમ્‍બરે વૃષભ રાશિ, કૃતિકા નક્ષત્રમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ પૂર્વ એશિયા, ઉત્તર, યુરો, અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા, પેસિફીકમાં દેખાશે. ૪ ડિસેમ્‍બરે વૃヘકિ રાશિ, જયેષ્‍ઠા નક્ષત્રમાં થનારૂં ખગ્રાસ સૂર્યગ્રહણ એન્‍ટાર્કંટિકામાં ખગ્રાસરૂપે, જયારે દક્ષિણ, આફ્રિકા, દક્ષિણ એન્‍ટાર્કટિકામાં ખંડગ્રાસરૂપે થશે. ૩૦ એપ્રિલના રોજ મેષ, રાશિ, ભરણી નક્ષત્રમાં થનારૂં ખંડગ્રાસ સુર્યગ્રહણ પૂર્વ પેસિફિક મહાસાગર, દક્ષિણ અમેરિકામાં દેખાશે. ૧૬ મેના રોજ વૃヘકિ રાશિ, વિશાખા નક્ષત્રમાં થનારૂ ખંગ્રાસ ચંદ્રગ્રહણ અમેરિકા, આફ્રિકા, યુરોપમાં દેખાશે. જયારે રપ ઓકટોબરે તુલા રાશિ, સ્‍વાતિ નક્ષત્રમાં થનારૂ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે.


 

(10:13 am IST)