Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

નોબેલ વિજેતા મલાલા યુસુફઝાઇએ કર્યા લગ્ન

ટ્વિટર પર શેર કરી લગ્નની ખાસ તસ્વીરો

લંડન,તા. ૧૦: નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ ટ્વિટર દ્વારા પોતાના લગ્ન વિશે માહિતી આપી હતી. તેઓએ પોતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ૨૪ વર્ષની મલાલા યુસુફઝાઈ એક પાકિસ્તાની કાર્યકર છે, જેણે છોકરીઓના શિક્ષણ માટે ઘણું કર્યું છે. તે ઈતિહાસમાં સૌથી યુવા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે.

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ મંગળવારે તેના લગ્નની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટ દ્વારા તેના લગ્નની તસવીરો પણ શેર કરી છે. તસવીરોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. અસર અને હું જીવનભર લગ્નના બંધનમાં બંધાઈ ગયા. અમે બર્મિંગહામમાં અમારા પરિવારો સાથે ઘરે એક નાનકડો નિકાહ સમારોહ યોજયો હતો. કૃપા કરીને અમને તમારી શુભકામનાઓ આપો. અમે અમારૂ જીવન એકસાથે વિતાવવા માટે આતુર છીએ.

૨૪ વર્ષની મલાલા યુસુફઝાઈ એક પાકિસ્તાની કાર્યકર છે, જેણે છોકરીઓના શિક્ષણ માટે દ્યણું કર્યું છે. તે ઈતિહાસમાં સૌથી યુવા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે. ૨૦૧૨ માં, તેણે વૈશ્વિક ઓળખ મળી જયારે તેને ઉત્ત્।ર-પશ્ચિમ પાકિસ્તાનમાં છોકરીઓ માટે શિક્ષણના મૂળભૂત અધિકારની હિમાયત કરવા બદલ તાલિબાન દ્વારા માથામાં ગોળી મારી દેવામાં આવી. તેણે માત્ર ૧૬ વર્ષની હતી, જયારે તેણે યુનાઇટેડ નેશન્સ (યુએન) હેડકવાર્ટર ખાતે શિક્ષણમાં લિંગ સમાનતાની જરૂરિયાત પર ભાષણ આપ્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં તાલિબાન દ્વારા મલાલા યુસુફઝાઈને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આ ધમકી એ જ આતંકવાદીએ આપી હતી ,જેણે ૯ વર્ષ પહેલા મલાલાને ગોળી મારી હતી. તાલિબાન આતંકવાદીએ ટ્વિટર પર લખ્યું, 'આ વખતે કોઈ ભૂલ નહીં થાય.' જોકે, આ પછી ટ્વિટરે આતંકવાદીનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું.

(9:55 am IST)