Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૨.૩૮ કરોડ આઇટી રિટર્ન ફાઇલ થયા

નવી દિલ્હી,તા.૧૦: વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીમાં ૨.૩૮ કરોડ કરતાં પણ વધુ આઈટી રિટર્ન ફાઈલ થયા હોવાનું આવકવેરા ખાતાએ મંગળવારે કહ્યું હતું. આમાંથી અંદાજે ૧.૬૮ કરોડ આઈટી રિટર્નનું પ્રોસેસિંગ કરી દેવામાં આવ્યું છે અને ૬૪ લાખ કરતાં પણ વધુ લોકોને આવકવેરાનું રિફંડ આપી દેવામાં આવ્યું છે.  વર્ષ ૨૦૨૧-૨૨ માટે આવકવેરા ખાતાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ૨.૩૮ કરોડ કરતા પણ વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હોવાનું આવકવેરા ખાતાએ ટ્વીટર પરના સંદેશામાં જણાવ્યું હતું. આવકવેરા ખાતાએ કરદાતાઓને વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ઈ-પોર્ટલ પર જલદી ફાઈલ કરવાની વિનંતી કરી છે. સરકારે વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ફાઈલ કરવાની મુદત બે વખત લંબાવી હતી. વ્યકિતગત કરદાતા માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર છે.

(9:54 am IST)