Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અક્ષયની ફિલ્‍મ સૂર્યવંશીનો ૧૦૦ કરોડની કલમાં થયો સમાવેશ

૧૦૦ કરોડ કલબમાં સામેલ થનાર અક્ષયકુમારની આ ૧પ મી ફિલ્‍મ છે

મુંબઇ :  અક્ષય કુમાર ની ફિલ્મ ‘સૂર્યવંશી’ સાથે પણ કંઈક આવું જ થયું છે. કોરોના વાયરસને લીધે સિનેમા હોલ પર અસરને કારણે, આ ફિલ્મની રિલીઝ ડેટ વારંવાર મોકૂફ રાખવામાં આવી રહી હતી. હવે જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, ત્યારે આ પહેલી એવી ફિલ્મ બની ગઈ છે, જેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.

એક અહેવાલ મુજબ ગઈકાલે, સોમવારે ફિલ્મને રિલીઝ થવાને ચાર દિવસ થયા અને આ ચાર દિવસમાં ફિલ્મે 90 કરોડનો બિઝનેસ કર્યો હતો. આજે એટલે કે મંગળવારનો બોક્સ ઓફિસ રિપોર્ટ હજુ સામે આવ્યો નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર અક્ષય કુમારની આ 15મી ફિલ્મ છે જ્યારે રોહિત શેટ્ટી ની 8મી ફિલ્મ છે.

100 કરોડના ક્લબમાં સામેલ થઈ છે અક્ષયની 15મી ફિલ્મ

અક્ષય કુમારની ‘એરલિફ્ટ’, ‘હાઉસફુલ 4’ , ‘રુસ્તમ’ , ‘જોલી એલએલબી 2’ , ‘રાઉડી રાઠોડ’ , ‘મિશન મંગલ’, ‘કેસરી’જેવી ફિલ્મો પહેલાથી જ 100 કરોડની ક્લબમાં છે અને હવે સૂર્યવંશીનું નામ પણ જોડાઈ ગયું છે. આ જ કારણ છે કે અક્ષયને બોલિવૂડનું હિટ મશીન કહેવામાં આવે છે. તે જ સમયે, રોહિત શેટ્ટીની વાત કરીએ તો, તેની ‘ગોલમાલ 3’, ‘બોલ બચ્ચન’ , ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘સિંઘમ રિટર્ન્સ’ , ‘દિલવાલે’ , ‘સિમ્બા’ અને ‘ગોલમાલ અગેન’ જેવી ફિલ્મો 100 કરોડનાં ક્લબમાં સામેલ છે.

ફિલ્મ સૂર્યવંશી પણ કેટરિના કૈફ (Katrina Kaif)ની આવી 8મી ફિલ્મ છે, જે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. ‘ધૂમ 3’ ‘જબ તક હૈ જાન’, ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’, ‘ભારત’ ‘બેંગ બેંગ’ કેટરિનાની આ ફિલ્મો છે જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

અક્ષય કુમાર અને કેટરિના કૈફ દ્વારા અભિનીત અને રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ રીલિઝના પહેલા દિવસે ટિકિટ માટે સિનેમા હોલની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. આ દ્રશ્ય દેશના અનેક ભાગોમાં જોવા મળ્યા હતા. અક્ષય અને કેટરિનાએ આ ફિલ્મમાં તેમના અભિનય અને ગીત ટિપ ટિપ બરસા પાનીમાં સિઝલીંગ પર્ફોર્મન્સથી જાન આપી દીધી હતી, પરંતુ રણવીર સિંહ અને અજય દેવગણ ની એન્ટ્રી બાદ આ ફિલ્મ વધુ મનોરંજક સાબિત થઈ.

(12:00 am IST)