Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કેન્‍દ્રએ સરકારની BSNL ના કર્મચારીઓ ઉપર હેત વરસાવ્‍યું : મોંઘવારી ભથ્‍થુ ૯ ટકા વધારી દીધી

BSNL ના કર્મચારીઓને વધેલુ DA મહિનાથી મળશે

નવી દિલ્‍હી :  ભારત કેન્દ્ર સરકારે BSNLના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 9 ટકાનો મોટો વધારો કરી દીધો છે. BSNLના કર્મચારીઓને વધેલું DA નવેમ્બર 2021 થી મળશે.

નવેમ્બર 2021 થી આ સરકારી કર્મચારીઓનો પગાર વધીને આવશે. આ ઉપરાંત આ કર્મચારીઓને હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે BSNLના કર્મચારીઓને ડબલ બેનિફિટ પણ મળશે.

સરકારે BSNLના કર્મચારીઓની મોંઘવારી ભથ્થાની રકમ ૧૭૦ ટકાથી વધારીને ૧૭૯.૩ ટકા કરી દીધી છે. BSNLના બોર્ડ લેવલ અને નીચેના બોર્ડ લેવલના તમામ કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધેલા દરે મળશે. ડીએમાં વધારાથી પગારદાર કર્મચારીઓને ૨૦૦૭ ના પગાર સુધારણાના આધારે ફાયદો થશે.

૧ જુલાઈ, ૨૦૨૧ ની સાથે ડીએ ૧૭૦.૫ ટકાથી વધારીને ૧૭૩.૮ ટકા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 ઓક્ટોબર, 2021થી 179.3 ટકા સુધી. તાજેતરમાં BSNLના કુલ 1,49,577 કર્મચારીઓમાંથી 78,323 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ (વીઆરએસ) લીધી હતી. કેન્દ્ર સરકારે ડીએની સાથે પેન્શનરોની મોંઘવારી રાહત (ડીઆર)માં પણ ૩ ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં વધારો 1 જુલાઈ, 2021થી લાગુ થશે. હવે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડીઆર ૨૮ ટકાથી વધીને ૩૧ ટકા થઈ ગયા છે. આનાથી કેન્દ્ર સરકારના ૪૭.૧૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૬૨ લાખ પેન્શનરોને ફાયદો થશે.

(12:00 am IST)