Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

H5 બર્ડ ફલુએ પોલેન્‍ડ અને યુકેમાં દેખા દીધી : ઇગ્‍લેન્‍ડના એક પોલ્‍ટ્રી ફાર્મમાં કેસ નોંધાયા

વોરવિકશાયરના એલ્‍સેસ્‍ટર નજીક H5 બર્ડ ફલુ મળી આવ્‍યા

યુકે : કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયાની સામે ખતરનાક H5 બર્ડ ફ્લૂની નવી સમસ્યા સામે આવી છે. તે યુરોપમાં ફેલાય રહ્યો છે. તેણે યુકે અને પોલેન્ડમાં દસ્તક આપી છે.

બ્રિટનના કૃષિ મંત્રાલયે કહ્યું કે ઈંગ્લેન્ડના એક પોલ્ટ્રી ફાર્મમાં આ અત્યંત ખતરનાક બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે.

વોરવિકશાયરના એલ્સેસ્ટર નજીકના એક પોલ્ટ્રી ફાર્મમાં H5 બર્ડ ફ્લૂ મળી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ચેપથી બચવા માટે આ તમામ પક્ષીઓને મારી નાખવામાં આવશે.
બર્ડ ફ્લૂનો આ ખતરનાક ચેપ એવા સમયે સામે આવ્યો છે જ્યારે બ્રિટને દેશમાં એવિયન ઈન્ફ્લુએન્ઝા પ્રિવેન્શન ઝોન જાહેર કર્યો છે. આ અંતર્ગત ખેતરો અને પક્ષીઓની સંભાળ રાખનારા લોકોને જૈવિક સુરક્ષા પર નિયંત્રણો કડક કરવા માટે કહેવામાં આવ્યું છે.

નોર્થ વેલ્સ, ઈંગ્લેન્ડમાં એક માણસના ઘરે ચિકનમાં બર્ડ ફ્લૂના H5N1ની પુષ્ટિ થઈ હતી. પાછળથી પૂર્વી સ્કોટલેન્ડમાં અને મધ્ય ઈંગ્લેન્ડમાં પક્ષી સંરક્ષણ કેન્દ્રમાં પણ મરઘીઓમાં આની પુષ્ટિ થઈ હતી.

યુરોપમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં પણ કેસ નોંધાયા છે. આને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના તમામ પોલ્ટ્રી ફાર્મને બંધ જગ્યામાં પ્રાણીઓ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચેપગ્રસ્ત અને સ્થળાંતર કરનારા પક્ષીઓ વચ્ચે સંપર્ક ટાળવા માટે, ખેડૂતોને આ શિયાળામાં જાળી ગોઠવવા અને મરઘાંને મર્યાદિત કરવા માટે કહેવામાં આવ્યું છે. બ્રિટનના કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓગસ્ટની શરૂઆતથી અત્યાર સુધીમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાના 130 કેસ નોંધાયા છે.

(12:00 am IST)