Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પઠાણી પોશાકમાં સજ્જ દુકાનદાર જમીન પર સુતા સુતા તેની પ્રેમિકા સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો તે દરમિયાન લેંઘામાં ઘૂસી ગયો ઉંદર: વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

નવી દિલ્‍હી :  તમે પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે ગાલિબ ઈશ્કને નિકમ્મા કર દીયા, વરના હમ ભી આદમી થેકામ કે. આ જ કહેવતને સાચી સાબિત કરતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરીને આરામ કરી રહ્યો છે. દુકાનદારના કપડા પરથી તે વ્યક્તિ પાકિસ્તાની હોવાનું જણાય છે.

પઠાણી પોશાકમાં સજ્જ દુકાનદાર, મેટ પર જમીન પર સૂઈ રહ્યો છે અને તેની પ્રેમિકા સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો છે.

તે ખૂબ સ્મિત કરી રહ્યો છે, તે વીડિયો કોલ પર પોતાની પ્રેમિકા સાથે વ્યસ્ત છે અને દૂર બેઠેલો ઉંદર દુકાનદારની હરકતોથી નારાજ છે. તે નથી ઈચ્છતો કે દુકાનદાર કામ કરતી વખતે આરામ કરે. લાંબો સમય રાહ જોયા પછી પણ દુકાનદાર આરામ કરતો રહ્યો એટલે ઉંદર દોડીને દુકાનમાં ઘુસી ગયો.

ત્યારબાદ જ્યાં સુધી દુકાનદાર કંઈક સમજી શકે તે પહેલા ઉંદર દુકાનદારના ટ્રાઉઝરમાં ઘૂસી ગયો છે. આનાથી દુકાનદારની હાલત ખરાબ થઈ જાય છે. આ દરમિયાન પણ વીડિયો કોલ ચાલુ જ રહે છે અને દુકાનદાર કૂદવાનું શરૂ કરે છે. ઉંદર પગ દ્વારા કમર સુધી પહોંચે છે. પોતાના પ્રેમીને આમ કૂદતો જોઈને અને ડાન્સ કરતો જોઈને વીડિયો કોલ પર તેની ગર્લફ્રેન્ડ ખૂબ હસે છે.

જ્યારે ઘણા પ્રયત્નો પછી પણ દુકાનદારને સફળતા મળતી નથી, ત્યારે દુકાનદાર પોતાના ટ્રાઉઝરને ખોલી દે છે. ત્યારબાદ તેના ટ્રાઉઝરમાંથી ઉંદર બહાર આવે છે. આ વીડિયોને UncleRandom નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા ટ્વિટર પર તેના એકાઉન્ટમાંથી શેર કર્યો છે.

(12:00 am IST)