Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

બાંગ્લાદેશ સામે ત્રીજી અંતિમ ટી-20માં ભારતનો 30 રને શાનદાર વિજય: સીરીઝ 2-1થી જીતી લીધી

શ્રેયસ ઐયરે પહેલી ફિફટી ફટકારી : બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ

નાગપુર: નાગપુર ખાતે રમાય રહેલી ભારત-બાંગ્લાદેશની ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ભારતની જીત થઈ છે. આ સાથે જ ભારતે 3 મેચોની ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી છે.

ભારતે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુંકસાન પર 174 રન બનાવ્યા અને બાંગ્લાદેશને જીત માટે 175 રનનો લક્ષ્‍ય આપ્યો. જવાબમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 144 રન કરી શકી હતી. બાંગ્લાદેશની ટીમ 19.2 ઓવરમાં 144 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

 ભારત તરફથી શ્રેયસ અય્યરે પોતાની ટી20 કારકિર્દીની પહેલી અડધી સદી લગાવી 62 રન બનાવ્યા. જ્યારે લોકેશ રાહુલે 52 રન કર્યાં. બાંગ્લાદેશ માટે સોમ્ય સરકાર અને શૈફુલ ઈસ્લામે 2-2 વિકેટ ઝડપી. એક વિકેટ અલ અમિન હુસૈને ઝડપી.હતી

 

બાંગ્લાદેશે ઓવરમાં વિકેટ ગુમાવી રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી સર્વાધિક સ્કોર મહોમ્મદ નઈમે 81 રનની ઈનિંગ રમી હતી આ ઈનિંગમાં 10 ચોગ્ગા અને 02 છગ્ગા ફટકાર્યા હતા.સાથે સાથે મહોમ્મદ મિથુને 27 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ બેટેસમેન ટકી શક્યા નહોતા. ત્યારે ભારત તરફથી દિપક ચહરે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. જ્યારે શિવમ દુબેએ 3 વિકેટ , ચહલે 1 વિકેટ ઝડપી હતી. ભારતની ધારદાર બોલિંગ સામે બાંગ્લાદેશનાં બેટસ્મેનો વધવ સમય ટકી શક્યાનહોતા. અને આ ત્રીજી મેચ ભારતે જીતી લીધી છે.

(11:20 pm IST)