Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

કોંગ્રેસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પહેલી જાહેર કરી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રામેશ્વર ઉરાંવ સહીત પાંચ ઉમેદવાર જાહેર

નવી દિલ્હી : કોંગ્રેસે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે રવિવારે પોતાના ઉમેદવારની પહેલી લિસ્ટ જાહેર કર્યું છે. તેમા પાંચ નામોને જગ્યા આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના સમાચાર મૂજબ, લિસ્ટમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ પણ સામેલ છે.

              રામેશ્વર ઉરાંવ લોહરદગાથી ચૂંટણી લડશે. આ ઉપરાંત ચાર નામોની જાહેરાત કરાઈ છે જેમાં રામચંદ્ર સિંહ (મનિકા એસટી), કેએન ત્રિપાઠી (ડાલ્ટનગંજ), ચંદ્રશેખર દુબે (બિસરામપુર) અને કેપી યાદવ (ભગનાથપુર) સામેલ છે. ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલી કોંગ્રેસે 31 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાના છે.

              અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશની સત્તાધારી ભાજપે પણ વિધાનસભા ચૂંટણી માટે 52 ઉમેદવારોનું પોતાનું પહેલુ લિસ્ટ જાહેર કર્યું છે. ભાજપે પોતાના પહેલા લિસ્ટમાં 30 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.

             મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર પૂર્વથી ચૂંટણી લડશે. જ્યારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્‍મણ ગિલુઆ ચક્રધરપુરથી ચૂંટણી લડશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી માટે નામાંકન પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 13 નવેમ્બર છે. એવામાં પાર્ટીએ પહેલી સૂચી જાહેર કરી છે.

(10:46 pm IST)