Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૪ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૫૬૮૨ કરોડનો ઘટાડો : ટીસીએસ અને એચયુએલની માર્કેટ મૂડી સૌથી વધુ ઘટી

મુંબઈ, તા. ૧૦ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૫૬૮૧.૮ કરોડ રૂપિયાનો સંયુક્ત ઘટાડો થયો છે. ટીસીએસ અને એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ સૌથી વધુ ઘટાડો નોંધાઈ ચુક્યો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ફ્રન્ટલાઈન કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસીમાં પણ ઉતારચઢાવની સ્થિતિ રહી છે. ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં પણ ફેરફારની સ્થિતિ રહી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૨૬૯૦૦.૬ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૬૨૨૪૦૧.૯૦ કરોડ થઇ ગઇ છે. આની સાથે જ તેને સૌથી વધુ નુકસાન થયું છે. એચયુએલની માર્કેટ મૂડીમાં પણ ૨૦૨૩૦.૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૭૩૮૩.૩૭ કરોડ ઘટી ગઈ છે છતાં તેની માર્કેટ મૂડી હજુ પણ ૯૧૬૨૩૦.૩૪ કરોડ રહી છે.

                   માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ ખુબ આગળ હોવાથી ટીસીએસને હવે તેને પાછળ છોડવામાં તક નહીં મળે તેમ માનવામાં આવે છે. એચડીએફસીની માર્કેટ મૂડી પણ વધી છે. આવી જ રીતે એચડીએફસી બેંકની માર્કેટ મૂડી વધીને ૬૮૬૭૮૬.૯૭ કરોડ થઇ ગઇ છે. એસબીઆઈની માર્કેટમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૧૫૯ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૦.૩૯ ટકા રહી છે. ટીસીએસ અને એચયુએલને સૌથી વધારે નુકસાન થયું છે. માર્કેટમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે હાલમાં ટીસીએસની માર્કેટ મૂડીમાં અવિરત ઘટાડો થયો છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૧૦ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૫૬૮૧.૮ કરોડ રૂપિયાનો સંયુક્ત ઘટાડો થયો છે. ટીસીએસ અને એચયુએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ સૌથી વધુ ઘટાડો નોંધાઈ ચુક્યો છે.  ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સૌથી વધુ ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન ઉથલપાથલ વચ્ચે કોની કેટલી માર્કેટ મૂડી ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૨૬૯૦૦.૬

૬૨૨૪૦૧.૯૦

એચયુએલ

૨૦૨૩૦.૨

૪૫૧૬૩૩.૯૨

આરઆઈએલ

૭૩૮૩.૩૭

૯૧૬૨૩૦.૩૪

આઈટીસી

૧૦૧૩.૬૧

૩૨૦૦૩૨.૩૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૧૦ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. છ કંપનીઓની માર્કેટ મૂડી વધી છે તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

આઈસીઆઈસીઆઈ

૧૭૭૬૦.૫૨

૩૧૬૨૯૫.૫૬

એચડીએફસી

૧૭૫૯૪.૯૭

૩૮૫૧૨૯.૫૫

એચડીએફસી બેંક

૭૮૫૪.૭૮

૬૮૬૭૮૬.૯૭

ઇન્ફોસીસ

૫૭૪૭.૨૪

૩૦૪૨૮૨.૨૮

કોટક મહિન્દ્રા

૩૮૨૦.૨૪

૩૦૫૬૫૭.૫૯

એસબીઆઈ

૨૦૯૭.૨૯

૨૮૧૮૮૩.૮૬

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:19 pm IST)