Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મસ્જિદ માટે યોગ્ય જગ્યા શોધવી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે મુશ્કેલ

અયોધ્યામાં જ જમીન આપવી પડશે

નવી દિલ્હી, તા.૧૦ : અયોધ્યામાં રામજન્મભૂમિને લઇને છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયા બાદ હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સામે બે મોટા પડકારો આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં અયોધ્યામાં મુસ્લિમોને પ્રમુખ સ્થાન પર પાંચ એકર જમીન આપવાનો સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને અમલી કરવાની બાબત યોગી સરકાર માટે ખુબ મુશ્કેલરુપ બની શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને જાહેરરીતે ઉજવણીથી દૂર રહીને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પણ બાબત સરળ નથી.

                      સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ સમગ્ર મામલામાં કેટલીક દુવિધા રહેલી છે. સુત્રોએ સંકેત આપ્યો છે કે, ખુબ જ ભરચક વસ્તી ધરાવનાર અયોધ્યામાં પાંચ એકરની જમીન શોધવી મુશ્કેલરુપ બાબત છે. મંદિરની તરફ સરયુના આ બાજુના નગરનિગમના વિસ્તારમાં જમીનની ફાળવણી શક્ય દેખાતી નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જમીન આપવા માટે આદેશ કર્યો છે. સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવા માટે કહેવામાં આવ્યું છે.

(8:12 pm IST)