Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મધરાત્રે ધારાસભ્યને મળવા પહોંચ્યા આદિત્ય ઠાકરે:આખી રાત હોટલમાં રોકાયા :સતત વાતચીત કરી

શિવસેના એ પોતાના વિધાયકોને એક હોટલમાંથી બીજી હોટલમાં શિફ્ટ કરી દીધા

મુંબઈ : મહારાષ્ટ્રમાં સતાની ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ચૂંટણી પછી સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. તે બાદ મહારાષ્ટ્ર માં શિવસેના એ પોતાના વિધાયકોને એક હોટલમાંથી બીજી હોટલમાં શિફ્ટ કરી દીધા છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અડધી રાત્રે હોટલમાં પોતાના વિધાયકોની મુલાકાત લેવા પહોંચ્યા.

    ભાજપા દ્વારા હૉર્સ ટ્રેડિંગના ડરને જોતાં જ શિવસેનાએ પોતાના તમામ વિધાયકોને બાંદ્રાના રંગશરદા હોટલથી મલાડની રિટ્રિટ હોટેલમાં શિફ્ટ કરવામાં આવી છે. આદિત્ય આખી રાત હોટેલમાં રોકાયા અને વિધાયકોની સાથે વાતચીત કરી. તે પહેલા કોંગ્રેસના લોકોએ પણ ભાજપા પર પોતાના વિધાયકોને પોતાની તરફ ખેંચવાનો આરોપ લગાવ્યો હતો

(7:06 pm IST)