Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

રામ મંદિરનું નિર્માણ અત્યારે પ્રારંભ કરાય તો 2023 સુધી કામ પૂર્ણ થશે :ચંદ્રકાંત સોમપુરા

મંદિરના પ્રથમ માળનું કામ સમાપ્ત : ફક્ત પથ્થરોનું ફિટીંગ બાકી :પાયો નાખ્યા બાદ છ મહિનામાં પ્રથમ માળે પથ્થરો તૈયાર થઈ જશે

અમદાવાદ :  રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટએ ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે.ચંદ્રકાન્ત સોમપુરાએ આજથી 30 વર્ષ પહેલાં જ રામ મંદિરનું ભવ્ય સ્વરૂપ તૈયાર કરી દીધું હતું. વિશ્વ હિંદુ પરિષદની વડી કચેરી કારસેવકપુરમમાં તેમના તૈયાર કરાયેલા રામ મંદિરના મૉડલને જ મૂકવામાં આવ્યું છે.આ વ્યક્તિ આપણા ગુજરાતના શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરા છે. તેમના મતે જો મંદિરનું નિર્માણ આજે શરૂ થાય તો વર્ષ 2023 સુધીમાં કામ સમાપ્ત થઈ જશે.
   રામ મંદિરનું પ્રસ્તાવિત મૉડલ તૈયાર કરનાર ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું હતું કે લગભગ 50 ટકા જેટલી પથ્થરોની કોતરણી અને નકશી કામ સમાપ્ત થઈ ગયું છે. જો મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે તો જેટલા પથ્થરો તૈયાર છે તેનાથી કામ શરૂ થઈ જશે.

    સોમપુરાનાના મતે જ્યારે મંદિરના મૉડલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી ત્યારે પથ્થરોની કિંમત ખૂબ જ ઓછી હતી. ત્યારે 50 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ પથ્થરો મળતા હતા, પરંતુ જો હવે કામ શરૂ કરવામાં આવે તો આજના સમય પ્રમાણે ખર્ચ થશે.
   ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું હતું કે હાલમાં પથ્થરોની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ પણ હોય તો હજુ એક લાખ ઘનફૂટ કામ બાકી છે. આમ મંદિર નિર્માણનો ખર્ચ અંદાજે 40-50 કરોડ રૂપિયા જેટલો થઈ શકે

    ચંદ્રકાંત સોમપુરાએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે મંદિરની સૂચિત જમીની પાછળ સરિયૂ નદી છે. જેના કારણે સમગ્ર ખીણને 40-50 ફૂટ ભરવી પડે એટલે 6-8 મહિના તો ફક્ત ફાઉન્ડેશનમાં જ લાગે તેવી શક્યતા છે. આ કામ સરળ નથી.
   મંદિરના પ્રથમ માળનું કામ સમાપ્ત થઈ ગયું છે ફક્ત પથ્થરોનું ફિટીંગ બાકી છે. પાયો નાખ્યા બાદ છ મહિનામાં પ્રથમ માળે પથ્થરો તૈયાર થઈ જશે. આમ કામ શરૂ કર્યાના અઢીથી ત્રણ વર્ષમાં મંદિરનું કામ સમાપ્ત થઈ જશે. એટલે કે વર્ષ 2023માં કામ સમાપ્ત થાય

(8:16 pm IST)