Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અયોધ્યામાં સુપ્રિમના ચુકાદા બાદ બાબા રામદેવના પ્રત્‍યાઘાત મંદિર બનશે જ પરંતુ મસ્‍જીદ બનાવવામાં પણ હિન્‍દુ ભાઇઓને મદદ કરવા અપીલ

નવી દિલ્‍હી : અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ દેશના તમામ હિન્દુ ધર્મગુરૂઓએ આનું સ્વાગત કર્યું છે. કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા ધર્મગુરૂઓએ જલ્દી ભવ્ય રામ મંદિરના નિર્માણની આશા વ્યક્ત કરી છે.

બાબા રામદેવે કહ્યું કે,સમાજના લોકોને અંગત સદભાવનાનો પરિચય આપવાની અપીલ કરી છે. રામદેવે અપીલ કરતા કહ્યું છે કે હિન્દુઓને પણ મુસ્લિમો માટે બનાવવામાં આવેલ મસ્જિદના નિર્માણમાં મદદ કરવી જોઇએ.

શનિવારે અયોધ્યા મામલે નિર્ણય આવ્યા બાદ યોગ ગુરૂ બાબા રામદેવે આનું સ્વાગત કર્યું. નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતા રામદેવે કહ્યું કે કોર્ટનો નિર્ણય આવી ગયો છે, હવે અયોધ્યામાં ભવ્ય મંદિર બનશે. પરંતુ આપણે એવું કંઇ નથી કરવાનું કે જેનાથી સમાજમાં ડર અને આક્રોશ પેદા થાય. આપણે તે મર્યાદાઓનું પાલન કરવાનું છે જે મર્યાદાઓ સ્વયં ભગવાન શ્રીરામ જીવ્યા.

બાબા રામદેવે કહ્યું કે મુસ્લિમોને જમીન આપવાના નિર્ણયનું સ્વાગત છે અને મારુ માનવું છે કે હિન્દુ ભાઇઓને પણ મસ્જિદ નિર્માણ માટે મદદ કરવી જોઇએ.

આ સિવાય સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ ચુકાદા બાદ કહ્યું કે આ નિર્ણયને હાર-જીતની દ્રષ્ટિથી ન જોવોજોઇએ. સત્ય અને ન્યાયના મંથનથી પ્રાપ્ત નિષ્કર્ષને ભારતને સંપૂર્ણ સમાજના બંધુતાના સંદર્ભમાં જોવું જોઇએ. દેશવાસિયોને અપીલ છે કે વિધિ અને સંવિધાનની મર્યાદામાં રાખીને સંયમિત અને સાત્વિક રીતિથી પોતાનો આનંદ વ્યક્ત કરે.

(2:20 pm IST)