Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

વાવાઝોડું / 'બુલબુલ'ને કારણે PM મોદીએ મમતા બેનર્જી સાથે કરી ચર્ચા: કેન્‍દ્ર દ્વારા તમામ મદદની ખાત્રી

નવી દિલ્‍હી : ઓડિશા પછી ચક્રવાત 'બુલબુલ' બંગાળમાં પોતાની અસર શરૂ કરી દીધી છે. શનિવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવાર સાંજ સુધી ધીરે ધીરે તોફાન નબળું પડી જશે.

'બુલબુલ'ને લઈને PM મોદીએ કરી પ.બંગાળના CM મમતા બેનર્જી સાથે વાત, મદદનું આપ્યું આશ્વાસન

રવિવારે પશ્ચિમ બંગાળમાં ચક્રવાત 'બુલબુલ' વધુ તીવ્ર બનવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઘર, રસ્તા, સંદેશાવ્યવહાર અને વિદ્યુત સુવિધાઓને અસર થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને, માછીમારોને નવા ઓર્ડર સુધી દરિયામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. મળતી માહિતિ મુજબ, 'બુલબુલ' ચક્રવાત 110-120 કિ.મી પ્રતિ કલાકની ઝડપે બંગાળને ઘમરોળી રહ્યું છે. આ પછી, રાજ્યના નીચાણવાળા વિસ્તારોના કાંઠાના ગામોમાં રહેતા લગભગ એક લાખ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ 'બુલબુલ' અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે વાત કરી છે.

આ ઉપરાંત લગભગ 55 હજાર સ્વયંસેવકો આ વાવાઝોડા વિશે જનજાગૃતિ માટે રોકાયેલા છે. રાજ્યના ઘણા અસરગ્રસ્ત ગામોમાંથી લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર પણ કરી રહ્યાં છે. આ જ ક્રમમાં રવિવારે, દક્ષિણ 24 પરગણા જિલ્લાના 200 જેટલા લોકોએ કોલકાતાના સાગર પાયલટ સ્ટેશન પર આશરો લીધો, જ્યાં સ્ટેશનના સ્ટાફ અને પાઇલટ્સે તેમને ભોજન પીરસ્યું હતું. વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે ચક્રાવાતી વાવાઝોડા 'બુલબુલ'ના સંકટને દૂર કરવાની સંભવ કોશિશ કરવામાં આવશે. કેન્દ્રએ કહ્યું કે આ નક્કી કરવામાં આવે કે જાનમાલને કોઈ નુકશાન ન થાય.

'બુલબુલે' બંગાળને હલાવીને રાખી દીધું છે. હાલ સુધી 2 લોકોના જીવ ગયા છે. 7815 ઘરોને નુકશાન થયું છે. 870 ઝાડ ઉખડી ચૂક્યા છે. 950 ફોન ટાવરને નુકશાન થયું છે. સાઉથ પરગનામાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી હવા ચાલી રહી છે.

(2:19 pm IST)