Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

ઉત્તરપ્રદેશના મેરઠમાં લગ્નમાં જવા મિત્રોની કારને અકસ્‍માત નડતા પાંચ મિતરો લગ્‍ન રિસેપ્‍શનના બદલે ઇશ્‍વરના દરબારમાં પહોંચી ગયા !! કરૂણ મૃત્‍યુ

નવી દિલ્‍હી : પ્રેમ દેવ શર્મા, મેરઠ: ઉત્તરપ્રદેશના મેરઠમાં શુક્રવારે રાત્રે એક ગોઝારી ઘટના બની, એક ગાડી અને ટ્રકનો એક્સિડેન્ટ થવાના કારણે પાંચ યુવાનોના મૃત્યુ નીપજ્યા છે.

પાંચ યુવકો તેમના મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે મુઝફ્ફરનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન યુવાનોની ગાડીને એક ટ્રકે ટક્કર મારતા પાંચેય યુવાનોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા છે. એવું જાણવા મળ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ યુવક નોઈડાની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આ યુવાનો તેમના મિત્રના લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા એક ટ્રકે તેમની ગાડીને ટક્કર મારી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ ગાડીના કુરચેકુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં આ પાંચેય યુવાનોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. હાલ આ યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

(1:21 pm IST)