Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

એકતા કપુર 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમેન ઓફ ધ ઇયર' ના એવોર્ડની સન્‍માનિત થયા

મુંબઇ: એકતા કપૂર આ વર્ષે પોતાના દમદાર કન્ટેંટની સાથે બધા પ્લેટફોર્મ પર સર્વવ્યાપી રહી છે. તાજેતરમાં જ એકતા કપૂરે ફોર્ચ્યૂન ઇન્ડીયા એવોર્ડમાં ભાગ લીધો હતો, જ્યાં તેને એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાંથી 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમેન ઓફ ધ ઇયર'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

આટલી મોટી ઉપલબ્ધિથી સન્માનિત થનાર એકતા કપૂર એકમાત્ર ફિલ્મ નિર્માતા હતી. તેમાં કોઇ સંદેહ નથી કે એકતા કપૂર બોલીવુડની સૌથી શક્તિશાળી મહિલા છે અને તેનું કારણ એ છે કે ફિલ્મ નિર્માતા તે પ્રોજેક્ટને હાથમાં લેવાનું ટાળે છે જેમાં અસામાન્ય સ્ટોરીલાઇનની સાથે દર્શકોને અલગ રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે.

તાજેતરમાં જ એકતા કપૂરે પોતાની આગામી ફિલ્મ ''કેટીના''માં દિશા પટણી સાથે સહયોગની જાહેરાત કરી છે. એટલું જ નહી એકતાએ 'કેટીના'થી દિશા પટણીનો એક્સક્લૂસિવ લુક પણ શેર કર્યો હતો, જેને દર્શકો વચ્ચે ખૂબ ઉત્સાહ પેદા કરી છે.

યુનિક ટોપિક લાવનાર આયુષ્યમાનનીબાલાનો REVIEW વાંચીને તમે જ નક્કી કરો જોવી કે નહિ...

એકતા કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. તો બીજી તરફ ડિજિટલ પ્લેટફોર્મ પર તેનો શો 'ધ વર્ડિક્ટ-સ્ટેટ વર્સેસ નાણાવટી ખૂબ ચર્ચામાં છે અને ટેલિવિઝન પર એકતા કપૂરે પોતાના શો 'કસોટી જિંદગી કી'માં આમના શરીફના રૂપમાં નવી કોમોલિકાને રજૂ કરી છે જે ભારતીય ટેલીવિઝન પર સૌથી ટીઆરપીવાળો શો છે.

 

(11:56 am IST)