Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અયોધ્‍યા રામમંદિર ટ્રસ્‍ટમાં અડવાણીનું નામ મોખરે રહેશે ઉપરાંત મંદિર નિર્માણ આંદોલનમાં જોડાયેલ સભ્‍યોનો પણ સમાવેશ થઇ શકે : રરમીએ વડાપ્રધાનના નિવાસ સ્‍થાને મળનાર બેઠકમાં ચર્ચા થશે

નવી દિલ્હી   : સોમનાથ ટ્રસ્ટની દિલ્લીમાં બેઠક મળવાની છે જેમાં રામમંદિર ટ્રસ્ટનું માળખુ રચવામાં આવશે. 22 નવેમ્બરે પીએમ મોદીના નિવાસ સ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે. આ બેઠકમાં અધ્યક્ષ કેશુભાઈ પટેલ, અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણી હાજર રહેશે. સાથે જ ટ્રસ્ટી અને સેક્રેટરી સચિવ પણ હાજર રહેશે. આ જ બેઠકમાં નક્કી કરેલા નામોની જાહેરાત કરવામાં આવશે.

ટ્રસ્ટમાં સરકારી અધિકારીનો સમાવેશ કરાશે. એક અધિકારી PMO ઓફિસથી નિમણુંક કરાશે. રાજ્ય સરકારના બેથી વધુ અધિકારીઓ પણ સભ્ય બની શકે છે. રામ જન્મ ભુમિ ન્યાસમાં નિર્મોહી અખાડાના સદસ્ય પણ ટ્રસ્ટ સભ્ય બની શકે છે.

મંદિરના મુખ્ય પુજારીનો પણ સભ્ય તરીકે ટ્રસ્ટમાં સમાવેશ થઇ શકે છે. મંદિરના આંદોલનથી જોડાયેલ સંગઠનોના સભ્યોને ટ્રસ્ટમાં જગ્યા મળી શકે છે.

અયોધ્યામાં રામમંદિર મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. વિવાદીત જગ્યા પર રામમંદિર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ મંદિરનું પણ સોમનાથ જેવું ટ્ર્સ્ટ નાવવામાં આવશે જેમાં રામમંદિર બનાવવાના આંદોલનમાં જે જોડાયા હતા તેમનો આ ટ્રસ્ટમાં સમાવેશ થશે જેમાં અડવાણીનું નામ મોખરે છે.

(11:55 am IST)