Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

આઝાદી પછીના સૌથી મોટા મંદિર આંદોલનનો ભાગ બન્યો એ માટે ભગવાનનો આભાર; એલ કે અડવાણી

સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયનું દિલથી સ્વાગત કરું છું. આજે કોર્ટના નિર્ણયથી ઘણો ખુશ છું

નવી દિલ્હી : અયોધ્યામાં રામ જન્મભૂમિ  અને બાબરી મસ્જિદ વચ્ચે જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટનીપાંચ સભ્યોની પીઠે નિર્ણંય આપ્યો છે કોર્ટના નિર્ણય બાદ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ  ખુશી વ્યક્ત કરી હતી.
લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયનું દિલથી સ્વાગત કરું છું. આજે કોર્ટના નિર્ણયથી ઘણો ખુશ છું અને દેશવાસીઓની ખુશીમાં સામેલ છું. રામ મંદિર આંદોલન આઝાદી પછીનું સૌથી મોટુ આંદોલન હતું.
 અડવાણીએ કહ્યું હતું કે મને ખુશી છે કે મંદિર આંદોલનનો ભાગ બન્યો. આ માટે હું ભગવાનનો આભાર માનું છું. અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિર બનશે તે રાષ્ટ્રનું નિર્માણ થશે. દેશ અને દુનિયામાં રહેનારા કરોડો લોકો માટે રામ મંદિરને લઈને ખાસ સ્થાન છે.

અડવાણીએ કહ્યું હતું કે આજે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો ખુલી ગયો છે. મેં હંમેશા એ વાત પર ભાર આપ્યો હતો કે ભગવાન રામ અને રામાયણ ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાની વિરાસતમાં એક સમ્માનિત સ્થાન ઉપર છે. સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાના આદેશનો પણ હું સ્વાગત કરું છું

(12:00 am IST)