Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

શહેરોનાં નામ બદલી જનતાને 2019ની ચૂંટણી માટે લોલીપોપ આપી રહી છે સરકાર : શિવસેનાના પ્રહાર

ભાજપની સરકાર દરેક મોરચા પર વિફળ છે માટે જ આવા પ્રકારના ઉપાયો અજમાવી રહી છે

 

મુંબઈઃ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં જ કેટલાય શહેરોનાં નામ બદલ્યા હોવાને પગલે શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં શનિવારે લખેલા એક લેખમાં કહ્યું કે યુપી સરકાર શહેરોનાં નામ બદલીને જનતાને 2019ની ચૂંટણી માટે લોલીપોપ આપી રહી છે. સામનામાં કહેવામાં આવ્યું છે કે ભાજપની સરકાર દરેક મોરચા પર વિફળ છે માટે જ આવા પ્રકારના ઉપાયો અજમાવી રહી છે.

શિવસેનાએ કહ્યું કે યુપીના મુખ્યમંત્રી અયોધ્યામાં રામની મૂર્તિ બનાવવાની વાત કરી રહ્યા છે, અલ્હાબાદ અને ફૈઝાબાદનું નામ બદલી રહ્યા છે પરંતુ આ બધા માટે જનતાએ વોટ નહોતો આપ્યો. એમને રામ મંદિર માટે મત આપ્યો હતો. આ બધું કરીને ભાજપ લોલીપોપ આપી રહી છે, જેનો જનતા જવાબ આપશે.

(12:12 am IST)