Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

લખનૌમાં વિદ્યાર્થિનીએ પોલીસ ઈન્સ્પેક્ટરને જાહેરમાં લમધાર્યો

પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગ :જબરો હંગામો :વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

 

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં લખનઉના તેલીબાગ વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટર સાથે મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે વેગુ કહેવાય રહયું છે કે વિદ્યાર્થિની પોતાની મા સાથે સ્કૂટર લઈને બજારમાં જઈ રહી હતી, ત્યારે વિદ્યાર્થિની નો એન્ટ્રીમાં ઘૂસી ગઈ હતી. પોલીસ ઑફિસરે રોકવાની કોશિશ કરી તો બંને વચ્ચે બોલાચાલી થઈ. જ્યારે વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે પોલીસે તેને ફટકારી બાદમાં સ્કૂટીને ધક્કો પણ આપ્યો જેથી તેની મમ્મી નીચે પડી ગઈ હતી. લોકોએ વિદ્યાર્થિની સાથે મળીને પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણીને લઈ ઘણા સમય સુધી હંગામો મચાવ્યો હતો.

  ભારે ગરમાગરમી બાદ વિદ્યાર્થિનીએ પોલીસનો કાઠલો છોડ્યો. ત્યાં સુધીમાં તેલીબાગ ચોકી ઈન્ચાર્જે મહિલા પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. આ ઝઘડામાં પોલીસની વરદી પણ ફાટી ગઈ હતી. બીજી બાજુ વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે ચોકી ઈન્ચાર્જે એને ધક્કો આપ્યો હતો. વિદ્યાર્થિનીએ કહ્યું કે તેઓ પોલીસકર્મીઓને નો એન્ટ્રીમાં જવાથી નહોતા રોકી રહ્યા.

(11:58 pm IST)