Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

કેલિફોર્નિયાના જંગલોમાં લાગ્યો ભીષણ દાવાનળ: 9 લોકોના મોત

હેલીકૉપટરની લેવાઈ મદદ :78 હજાર લોકોનું સ્થળાંતર :22 ફાયર કર્મીઓ તૈનાત

અમેરિકાના કેલિફોર્નિયામાં આગ લાગતા 9 લોકોના મોત નિપડ્યા છે. તેમજ રાજ્યના પાટનગર સેક્રેમેંટોની બૂટ કાઉન્ટીથી 26 હજાર લોકો અને સિયર નેવાદા પહાડની તળેટીમાં 52 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવા માટે 2,200 ફાયર કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તેમજ હેલિકોપ્ટરની મદદ પણ લેવાઈ છે.

(10:29 pm IST)