Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સિગ્નેચર બ્રિજ પરથી સેલ્ફી લેવા લોકો ઉઠાવી રહ્યા છે જીવનું જોખમ

ચાલુ કારમાંથી બહાર નીકળી સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 4 નવેમ્બરના રોજ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. નોર્થ ઈસ્ટ દિલ્હીમાં યમુના નદી પર બનેલા આ બ્રિજ પર 154 મીટરની ઊંચાઈ પર એક ગ્લાસ બોક્સ તૈયાર કરવાની યોજના છે. ત્યારે આ સૌથી ઊંચા પોઈન્ટ પર લોકો ચાલુ કારમાંથી બહાર નીકળી સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. લોકો સેલ્ફી લેવા માટે જીવનું જોખમ ખેડતા જોઈ શકાય છે.

(11:28 pm IST)