Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પાકિસ્તાન અને ચીન વચ્ચે બસ સેવા શરૂ લાહોરથી ચીનના કાશગર સુધી બસ દોડશે

લાહોરથી કાશગર પહોંચવામાં 36 કલાક લાગશે.

નવી દિલ્હી : પાકિસ્તાન અને ચીન વચ્ચે બસ સેવા શરૂ કરાઈ છે પાકિસ્તાનના લાહોરથી ચીનના કાશગર સુધી આ બસ સર્વિસ શરૂ કરી છે ભારતે આ મામલે અનેકવાર નારાજગી જાહેર કરી છે છતાં ભારતની અવગણના કરીને પાકિસ્તાન અને ચીને આ બસ સેવા શરૂ કરી દીધી છે

  આ બસ 5 નવેમ્બરની રાત્રે પહેલીવાર શરૂ થઈ છે. 60 અબજ ડોલરના ચીન અને પાકિસ્તાન વચ્ચેના મહત્વાંકાંક્ષી પ્રોજેક્ટ સીપીઇસી અંતર્ગત રોડ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને આ બસ સેવા શરૂ કરવામાં આવી છે.ચીનના વિદેશ મંત્રાલયે આ બસ સેવાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઇસ્લામાબાદનો ક્ષેત્રીય વિવાદ સાથે કોઈ સંબંધ નથી. 

  આ બસથી લાહોરથી કાશગર પહોંચવામાં 36 કલાક લાગશે. લાહોરથી આ બસ સર્વિસ શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર ઓપરેટ થશે જ્યારે કાશગરની આ બસ સર્વિસ મંગળવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે ઓપરેટ થશે. આનું એક તરફનું ભાડું 13,000 રૂ. અને રિટર્ન ટિકિટ સાથેનું ભાડું 23,000 રૂ. થશે. 

(9:29 pm IST)