Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ : યોગીનો આક્ષેપ

કોંગ્રેસે નકસલવાદને હંમેશા ટેકો આપ્યો છેઃ સ્વાર્થી નીતિઓ અને હેતુઓ માટે નકસલવાદીઓને કોંગ્રેસ ટેકો આપી રહી છે : અયોધ્યામાં મંદિરનું નિર્માણ કરાશે

રાયપુર,તા. ૧૦: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે આજે છત્તીસગઢમાં ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યો હતો. આજે ચાર રેલીઓ યોજ્યા બાદ આવતીકાલે પણ વધુ ચાર રેલી કરવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે. આદિત્યનાથે કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. સાથે સાથે રાયપુરમાં રામ મંદિર નિર્માણ બદલ છત્તીસગઢના લોકોની પ્રશંસા કરી હતી. આદિત્યનાથે કહ્યું હતું કે છત્તીસગઢના લોકો ખૂબ જ સાવધાની પૂર્વક આગળ વધવા હંમેશા ટેવાયેલા છે. કોંગ્રેસ પાર્ટીને તેઓ ઓળખી ચુક્યા છે. લોરમી જિલ્લામાં જાહેરસભાને સંબોધતા આદિત્યનાથે ફરી એકવાર વચન આપ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાશે. તેમણે કહ્યું હતું કે છત્તીસગઢને ટેકો આપતા લોકોએ રાયપુરમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીને અમને સમર્થન આપી દીધું છે. અયોધ્યામાં પણ ટૂંકમાં જ ભવ્ય મંદિરનંુ નિર્માણ કરવામાં આવશે. યોગીએ કહ્યું હતું કે મેને પિછલી બાર યહા આકર કહા થા ભગવાન રામ કે નનિહાલ મેં જબ ભગવાન કા મંદિર બન જાયેગા તો જન્મભૂમિ મેં ભી મંદિર અવશ્ય બન જાયેગા ઓર મેં ધન્યવાદ દુંગા છત્તીસગઢ વાસીયો કા કી ઉન્હોંને રાયપુરમાં ભગવાન રામ કા ભવ્ય મંદિર કા નિર્માણ કિયા હે. યોગી આદિત્યનાથે કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા સમાન બની ચુકી છે. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા તેમના સ્વાર્થી હેતુ માટે પ્રદેશમાં નકસલવાદને પ્રોત્સાહન આપ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરાની વાત કરતા તેમણે કહ્યું હતું કે છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને કાશ્મીરમાં રાજનીતિ રમીને કોંગ્રેસે હંમેશા દેશના હેતુ સાથા રમત રમી છે. પોતાની પાર્ટીને ટેકો આપતા યોગીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં નકસલવાદને રોકવા ભાજપે હંમેશા કઠોર પગલા લીધા છે. રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરાને ક્યારેય પણ ચલાવી રહેશે નહીં. પાર્ટીની આ ઉચ્ચ પ્રાથમિકતા છે. તેમના રાજકીય લાભો માટે કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી છે. ભાજપ સરકાર નકસલવાદને રોકવા માટે કઠોર પગલાં લીધા છે. નકસલવાદીઓના બાળકો મોટી સ્કુલોમાં ભણી રહ્યા છે. ટોપ નકસલવાદીઓ એસી રૂમમાં બેસીને રાજ્યના લોકો સાથે રમત રમી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કારણે છત્તીસગઢમાં લોકોને આવાસ મળી રહ્યા છે. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત વડાપ્રધાનની સાહસી પહેલથી એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે. વડાપ્રધાન પોતે જાહેરાત કરી ચુક્યા છે કે ૨૦૨૨ સુધી ભારતમાં કોઈપણ ગરીબ ઘર વગર રહેશે નહીં. ભાજપનું શાસન હાલમાં અહીં રહેલું છે.

(9:18 pm IST)