Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

નોટબંધીને બે વર્ષ : આરોપો પ્રતિ આરોપોનો દોર યથાવત

ટેક્સ ભરનારની સંખ્યા ૮૦ ટકા વધી છે : જેટલીઃ નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા ભાંગી પડી છે અને ૧૫ લાખ લોકોની નોકરી જતી રહી : કોંગ્રેસનો સીધા આરોપો

નવી દિલ્હી,તા. ૧૦: નોટબંધીના બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. નોટબંધીના બે વર્ષ પૂર્ણ થયા ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર જોરદાર સામ સામે આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. એક બાજુ કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે નોટબંધીના કારણે ટેક્સ ચૂંકવણી કરનાર લોકોની સંખ્યામાં ૮૦ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. દેશમાં ડિજિટલ લેવડદેવડને જોરદાર પ્રોત્સાહન મળ્યુ છે. લોકો વધુને વધુ કેશલેશની દિશામાં આગળ વધ્યા છે. ઇન્કમ ટેક્સ ભરનાર લોકોની સંખ્યા ૮૦ ટકા વધીને ૬.૮૬ કરોડ સુધી પહોંચી ગઇ છે. જેટલીએ એવો દાવો પણ કર્યો છે કે નોટબંધીના કારણે જીડીપી ઘટી જશે અને અર્થવ્યવસ્થાને નુકસાન થશે તેવો હોબાળો કરનાર લોકો ખોટા સાબિત થઇ રહ્યા છે. તેના ખુબ સારા પરિણામ મળી રહ્યા છે. ત્રાસવાદી ગતિવિધી અને ભ્રષ્ટાચાર કરનાર લોકોની વિગત સપાટી પર આવી ગઇ છે. જેટલીએ કહ્યુ હતુ કે ૧૭.૪૨ લાખ શંકાસ્પદ ખાતા ધારકોની વિગત સપાટી પર આવી ગઇ છે.બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આને લઇને સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે નોટબંધીને ક્રુર ષડયંત્ર તરીકે ગણી શકાય છે. આના કારણે ૧૫ લાખ લોકોની નોકરી જતી રહી છે. બેરોજગારીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આના કારણે અર્થવ્યવસ્થા એક રીતે રોકાઇ ગઇ છે. જીડીપીમાં એક ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. દેશમાં ૮૬ ટકા રકમ એક સાથે ચલણમાંથી દુર કરવામાં આવ્યા બાદ લોકોની હાલત કફોડી બની ગઇ હતી. રાહુલે કહ્ય હતુ કે આ એક આત્મઘાતી હુમલા તરીકે નિર્ણય હતો.

 આ નિર્ણયના કારણે સુટબુટવાળા લોકોએ તેમના કાળા નાણાં સફદે કરી લીધા હતા. ભ્રષ્ટાચાર સામે લડાઇ કોઇ વધારે ફાયદાકારક રહી નથી. નોટબંધી દરમિયાન લોકોની હાલત કફોડી બની ગઇ હતી. લોકો તેમના પૈસા લેવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતા. જેના કારણે ૧૦૦થી વધુ લોકોના મોત પણ થઇ ગયા હતા. અત્રે નોંધનીય છે કે  આઠમી નવેમ્બર ૨૦૧૬ના દિવસે મોદીએ સાંજે નોટબંધીની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. મોદીએ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી.

નોટબંધીના ફાયદા.....: બે વર્ષ પૂર્ણ થતા મુલ્યાંકન

         નોટબંધીને બે વર્ષનો ગાળો આઠમી નવેમ્બર ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયા બાદ આને લઇને ફાયદા નુકસાનની ગણતરી આર્થિક નિષ્ણાતો કરી રહ્યા છે. નોટબંધીના કારણે જે ફાયદા થયા છે તે નીચે મુજબ છે.

¨   નોટબંધીના કારણે ત્રાસવાદ અને નક્સલવાદ પર પ્રહાર કરાયો છે. તેમની કમર તુટી ગઇ છે

¨   કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનામાં ૭૫ ટકાનો ઘટાડો થયો

¨   નક્સલી ઘટનામાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે

¨   સેલ કંપનીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીને વિડિયોમાં સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ગણાવીને તેની પ્રશંસા કરવામાં આવી છે

¨   નોટબંધી કરવામાં  ન આવી હોત તો આજે ૧૮ લાખ કરોડની હાઇ વેલ્યુ કરેન્સી રહી હોત

¨   આના મારફતે ૨.૨૪ લાખ શેલ કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે અને હજુ બોગસ કંપનીની માહિતી મળી રહી છે

¨   ટેક્સ ચુકવતા લોકોની સંખ્યામાં ૮૦ ટકા વધારો થયો છે. ઓનલાઇન રિટર્ન ભરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે

¨   લેસકેશ ઇકોનોમીમાં તેજી આવી છે. ડિજિટલ ટ્રાન્જેક્શનના આંકડામાં ઉલ્લેખનીય વધારો થયો છે

¨   નોટબંધીના કારણે ગરીબોને તેમના હક મળી ગયા છે.

¨   લોનના હપ્તા સસ્તા થઇ ગયા છે. જે પૈસા તિજોરીમાં પડી રહેતા હતા તે હવે લોકોના કામમાં આવી રહ્યા છે

¨   નોટબંધીના કારણે ગરીબોને તેમના હક મળી ગયા છે

¨   ડિજિટલ લેવડદેવડમાં ઉલ્લેખનીય વધારો થયો છે

નોટબંધીથી નુકસાન....: દેશમાં નકલી નોટ પકડાયા નથી

નોટબંધીના કારણે નુકસાન પણ થયું છે. નોટબંધીથી નુકસાન નીચે મુજબ છે.

¨   નકલી  નોટને પકડી પાડવામાં સફળતા હાથ લાગી નથી

¨   રિપોર્ટ મુજબ ૧૦૦૦ રૂપિયાની જેટલી નોટ બંધ કરવામાં આવી હતી તે પૈકીની તમામ નોટ પરત આવી ગઇ છે

¨   પરત આવેલી નોટ પૈકીની ૦.૦૦૦૭ ટકા નોટ બનાવટી સાબિત

¨   કાળા નાણાંને લઇને હજુ સુધી સસ્પેન્સની સ્થિતી અકબંધ રહી

¨   જીડીપી વદ્ધિ દરમાં નોધપાત્ર ઘટાડો થયો છે. એપ્રિલ જુન ત્રિમાસિક ગાળામાં વદ્ધિ દર ૫.૭ ટકા પર પહોંચી ગયો છે અને તેમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે

¨   નોટબંધીના કારણે ૧૫ લાખથી વધારે લોકો રોજગાર થઇ ગયા છે જે મુશ્કેલીમાં છે

¨   નોટબંધીના કારણે લેવડદેવડ વધારે મુશ્કેલ બની ગઇ છે

¨   રોકડ રકમની બોલબાલા ઓછી થઇ નથી

¨   પીઓએસ સુવિધાની મોટા પાયે કમી જોવા મળી રહી છે

¨   ઝડપથી સુરક્ષિત વ્યવસ્થા ઉભી થઇ શકી નથી

¨   એમ વોલેટનો મોટા પાયે વ્યાપક ઉપયોગ થઇ રહ્યો નથી

¨   મોંઘવારીમાં વધારો થઇ ગયો છે. રોજગારીમાં જોરદાર ઘટાડો થયો  છે

¨   આયાતમાં ૨૩ ટકાનો વધારો થયો છે. વિદેશી નાણાં ભંડોળમાં પણ જોરદાર ઘટાડો થયો છે.

¨   બેંકોની ક્રેડિટ ગ્રોથમાં ૧૧.૭ ટકાથી ઘટીને તે આંકડો ૫.૧ ટકા

(3:12 pm IST)