Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પાકિસ્તાનમાં ૪૦૯ ડ્રોન હુમલા : ૨૭૧૪ના મોત

અમેરિકાએ હજુ સુધી સેંકડો ડ્રોન હુમલા કર્યાઃ ત્રાસવાદીઓ અને કટ્ટરપંથીઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા છે : ૨૦૧૮માં બે ડ્રોન હુમલાઓ કરાયા

ઇસ્લામાબાદ,તા. ૧૦: પાકિસ્તાનમાં રક્તપાતના જારી રહેલા દોર અને મોટી સંખ્યામાં ત્રાસવાદીઓની હજુ હાજરી વચ્ચે એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ પાકિસ્તાનમાં વર્ષ ૨૦૦૪થી લઇને હજુ સુધી ૪૦૯ ડ્રોન હુમલા જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યા છે. આ ડ્રોન હુમલામાં હજુ સુધી ૨૭૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે. સાથે સાથે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોન સખ્યા આ હુમલામાં ૭૨૮ આંકવામાં આવી છે. પાકિસ્તાની અખબાર ડ્રોને તમામ માહિતી વિસ્તારપૂર્વક પ્રકાશિત કરવામાં આવી છે. હેવાલમાં દાવો કરવામા ંઆવ્યો છે કે વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાનમાં ૧૧૭ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ૭૭૫ લોકો ઘાયલ થયા હતા. સાથે સાથે ૧૯૩ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના જુદા જુદા કટ્ટરપંથીગ્રસ્ત અને ત્રાસવાદી ગ્રસ્ત વિસ્તારોને ટાર્ગેટ બનાવીને આ હુમલા  કરવામાં આવ્યા હતા. જેમાં જંગી ખુવારી થઇ હતી. પાકિસ્તાનમાં ત્રાસવાદીઓનો સફાયો કરવાના હેતુતથી આ હુમલાનો દોર જારી રાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮મા પણ હુમલા કરવામાં આવ્યા છે. તહેરિક તાલિબાનના ટોપ લીડર,  તાલિબાની લીડર મુલ્લા મંસુનુ પણ આ હુમલામાં મોત થયુ છે. હેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બજાઉર, બાનુ, હાંગુ, ખૈબર, ખુર્રમ, મોહમ્મદ, ઉત્તરીય વજિરિસ્તાન સહિતના વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૦૮થી લઇને વર્ષ ૨૦૧૨ વચ્ચેના ગાળામાં સૌથી વધારે હુમલા કરવામાં આવ્યા છે. આ ગાળા દરમિયાન પાકિસ્તાનમાં પીપીપીની સરકાર હતી. નેશનલ કાઉન્ટર ટેરેઝિમ ઓથોરિટી પાસેથી પ્રાપ્ત આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચેના ગાળામાં ૩૩૬ ડ્રોન હુમલા જુદા  જુદા વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ૨૨૮૨ લોકોના મોત થયા હતા. સાથે સાથે ૬૫૮ લોકો ઘાયલ થયા હતા. વર્ષ ૨૦૧૦માં ૧૧૭ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં ૭૭૫ લોકોના મોત થયા હતા. સાથે સાથે ૧૯૩ લોકો ઘાયલ થયા હતા.વર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૮ વચ્ચેના નવાઝ શરીફ શાસનમાં ૬૫ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં ૩૦૧ લોકોના મોત થયા હતા. સાથે સાથે ૭૦ લોકો ઘાયલ થયા હતા. વર્ષ ૨૦૧૮માં બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં બે ખુંખાર ત્રાસવાદીઓના મોત થયા છે. કેટલાક ઘાયલ થઇ ગયા છે. પાકિસ્તાનમાં રક્તપાતનો દોર હજુ જારી રહ્યો છે.ત પાકિસ્તાનમાં ઇમરાનખાનના નેતૃત્વમાં નવી સરકાર આવી ગઇ છે ત્યારે સ્થિતીમાં કોઇ સુધારો થયો નથી. કારણ કે ત્રાસવાદીઓ જાહેરમાં હજુ નજરે પડી રહ્યા છે. અમેરિકાએ તેના હિતોને નુકસાન ન થાય તે રીતે વર્ષ ૨૦૧૮માં પણ બે ડ્રોન હુમલા કરી દીધ છે. આગામી દિવસોમાં વધુ હુમલા કરી શકે છે. બીજી બાજુ પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓ સામે પગલા ન લેવાની અપનાવવામાં આવેલ નીતિ હવે સ્પષ્ટ પણે દેખાઇ રહી છે.

પાકિસ્તાનમાં રક્તપાત

         ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં રક્તપાતના જારી રહેલા દોર અને મોટી સંખ્યામાં ત્રાસવાદીઓની હજુ હાજરી વચ્ચે એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ પાકિસ્તાનમાં વર્ષ ૨૦૦૪થી લઇને હજુ સુધી ૪૦૯ ડ્રોન હુમલા જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યા છે.પાકિસ્તાનમાં હુમલા અને મોત તેમજ ઘાયલનુ ચિત્ર નીચે મુજબ છે.

૨૦૦૪થી ૨૦૧૮ સુધી હુમલા

૪૦૯

૨૦૦૪થી ૨૦૧૮ સુધી હુમલામાં મોત

૨૭૧૪

૨૦૦૪થી ૨૦૧૮ સુધી હુમલામાં ઘાયલ

૭૨૮

૨૦૧૦માં ડ્રોન હુમલા કરાયા

૧૧૭

૨૦૧૦માં ડ્રોન હુમલામાં મોત

૭૭૫

૨૦૧૦માં ડ્રોન હુમલામાં ઘાયલ

૧૯૩

૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે હુમલા

૩૩૬

૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે હુમલામાં મોત

૨૨૮૨

૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે હુમલામાં ઘાયલ

૧૯૩

૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે હુમલા

૬૫

૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે હુમલામાં મોત

૩૦૧

(3:07 pm IST)