Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

૧૦ લાખ આપી હત્યા કરાવી, સુપારી કિલરની મેરઠથી ધરપકડ

નવીદિલ્હી,તા.૧૦: બવાનામાં મહિલા ટીચરની ગોળી મારીને હત્યા કરવાના આરોપી કોન્ટ્રાકટ કિલરની દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સીમાપુરીથી ધરપકડ કરી છે. આ મામલે હત્યાનું ષડયંત્ર રચવાના આરોપોમાં પોલીસ મહિલા શિક્ષકના પતિ મંજીત અને તેની પ્રેમિકા મોડલ એંજલ ગુપ્તા અને તેના માનેલા પિતા રાજીવ ગુપ્તા સહીત બીજા બે લોકોની પહેલા જ ધરપકડ કરી ચુકી હતી. હત્યાને અંઝામ આપ્યા પછી કિલર શાહઝાદ ફરાર ચાલી રહ્યો હતો. જેની પોલીસે ગઈ કાલે ધરપકડ કરી લીધી છે.

જાંચ દરમિયાન એસીપી અનિલ ડુરેજા અને ઇન્સ્પેક્ટર શ્યામ સુંદરની ટીમને ૬ નવેમ્બરે હત્યારો સીમાપુરી વિસ્તારમાં આવી રહ્યો છે. ત્યારપછી પોલીસે ઘેરાબંધી કરીને મેરઠ નિવાસી શહેઝાદ સૂફી ઉર્ફ કાલુ (૨૨ વર્ષ) ની ધરપકડ કરી. પુછપરછમાં શહેઝાદે પોતાની ગુનો કબૂલ કરી લીધો. તેને જણાવ્યું કે મંજીત, રાજીવ ગુપ્તા અને દીપકે મહિલા શિક્ષકની હત્યાની સુપારી ૧૦ લાખ રૂપિયામાં આપી હતી.

પોલીસ પૂછપરછમાં શેહઝાદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન ધર્મેન્દ્ર અને વિશાલે તેને કહ્યું કે તેમની પાસે બવાનાની એક મહિલાની હત્યા કરવાનો કોન્ટ્રાક આવ્યો છે. આ કામ માટે તેમને ૧૦ લાખ રૂપિયા મળશે. ૨.૫૦ લાખ રૂપિયા એડવાન્સ આવી ચુક્યા છે. ૨૫ ઓક્ટોબરે રાજીવ ગુપ્તા, દિપક, ધર્મેન્દ્ર, શાહઝાદ અને વિશાલ બવાના પહોંચ્યા પરંતુ તે દરમિયાન સુનિતા તેમના ત્યાં પહોંચતા પહેલા જ સ્કૂલ માટે નીકળી ચુકી હતી. ત્યારપછી સુનીતાની હત્યાનો પ્લાન ૨૯ ઓક્ટોબરે બનાવવામાં આવ્યો.

ધર્મેન્દ્ર, શાહઝાદ અને વિશાલ ૨૮ ઓક્ટોબરે દિલ્હી આવ્યા અને નિઝામુદ્દીન સ્ટેશન પાસે ભાડાના રૂમમાં રોકાયા. ૨૯ ઓક્ટોબરે સવારે તેઓ બવાના વિસ્તારમાં પહોંચી ગયા, જ્યાં રાજીવ ગુપ્તા પોતાની કાર લઈને પહોંચ્યો. દિપક અને ધમેન્દ્ર દરિયાપુર ગામમાં બીજી કારમાં રાહ જોઈ રહ્યા હતા. જયારે સુનિતા ઘરેથી નીકળી ત્યારે મંજીતે બદમાશોને મિસ કોલ કરી દીધો. ત્યારપછી બદમાશોએ વરમી કોમ્પોસ્ટ ફાર્મ દરિયાપુર પાસે સુનીતાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

(2:51 pm IST)