Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૧૭-૧૭ પૈસા પ્રતિલીટરનો ઘટાડો

આર્થિક રાજધાની મુંબઇમાં પણ શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૧૭-૧૭ પૈસા પ્રતિલીટરનો ઘટાડો આવ્યો છે. અને શહેરમાં પેટ્રોલના ભાવ ૮૩.૪૦ રૂપિયા પ્રતિલીટર છે. જ્યારે ડીઝલની કિંમત ૭૬.૦૫ રૂપિયા પ્રતીલીટર રાખવામાં આવી છે

નવીદિલ્હીતા.૧૦ : દેશભરમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવી રહ્યો છે, શનિવારેમાં ક્રુડના ભાવમાં ઘટાડો આવવને કારણે સામાન્ય લોકોને રાહત મળી રહી છે, દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશઃ ૭૭.૮૯ રૂપિયા પ્રતિ લીટર તથા ૭૨.૫૮ રૂપિયા પ્રતિ લીટર થયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં ૧૭ પૈસાનો તો ડીઝલના ૧૬ પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૭-૧૭ પૈસાનો ઘટાડો આવ્યો છે.ઘટાડાને કારણે શહેરમાં પેટ્રોલની કિંમત ૮૩.૪૦ રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલની કિંમત  ૭૬.૦૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

ક્રુડની કિંમતોમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ગુરુવાર બાદ શુક્રવારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ૧૫ પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસા અને ડીઝલના ભાવોમાં ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં ઘટાડા બાદ પેટ્રોલ ૭૮.૦૬ પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલ ૮૩.૫૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે, જો ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં ડીઝલ ૭૨.૭૪ રૂપિયા પ્રતિ લીટર થયું છે. જ્યારે મુંબઇમાં ડીઝલ ૭૬.૨૨ રૂપિયા પ્રતિલીટર છે.

ઉલ્લેખનીય છે, કે કેન્દ્ર સરકાર દ્વારા શુલ્ક ઘટાડ્યા બાગ શનિવારે સતત ૨૨માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ભાવ ઘટાડાથી સામાન્ય જનતાને ફાયદો થઇ રહ્યો છે. મહત્વનું છે, કે દિલ્હી અને મુંબઇ બંન્ને જગ્યાઓ પર ડીઝલ ૭૦ રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવ પણ ૭૦ની સપાટીની ઉપર રહ્યા છે.

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિપક્ષે પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને સરકાર પર પ્રહારો કરી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડિઝલના ભાવોમાં થઇ રહેલો વધારા પાછળા વિશ્વ સ્તરે વધી રહેલા ક્રુડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે ૪ ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અને સાથે જ મોટાબાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી હતી.

(2:26 pm IST)