Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અબુ ધાબીમાં ઓપેક દેશો સાથેની પ્રસ્તાવિક બેઠક બાદ આગામી ૧૫ દિવસ સુધી પેટ્રોલ-ડિઝલ સસ્તુ મળશે

નવીદિલ્હી,તા.૧૦ : ક્રુડ ઓઇલનું મુખ્ય ઉત્પાદક શહેર અબુ ધાબીમાં પ્રસ્તાવિક બેઠકમાં પહેલા શુક્રવારે ક્રુડઓઇલના ભાવ ૭૦ ડોલર પ્રતિ બેરલના સ્તરની નીચે આવી ગયું છે. આ એપ્રીલ ૨૦૧૮ બાદ પહેલી વાર ૭૦ ડોલર પ્રતિ બેરલના સ્તરથી પણ નીચે આવ્યા છે. લંડનમાં સવારે થયેલા બ્રેન્ટ ક્રૂડ (નોર્થ સી) જાન્યુઆરી ડિલિવરી ડૉલરમાં ૯૬ સેન્ટ ઘટીને ૬૯.૬૯ ડૉલર પ્રતિ બેરલ થયો હતો. અમેરિકામાં ક્રુડ ભંડાર વધારવાથી ક્રુડમાં ઘટાડો આવ્યો છે. આ સપ્તાહ પર ઓપેક પ્રમુખ ક્રુડ ઓઇલના પ્રમુખો ક્રુડના ઉત્પાદક દેશોમાં કિંમતોમાં થયેલા ઘટાડાને ધ્યાને રાખીને સંભાવિત ઘટાડાથી અબુધાબીમાં બેઠકનું આયોજન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય બાજરમાં ક્રુડ ઓઇલના ૩ ઓક્ટોબર ૨૦૧૮માં ક્રુડ ૮૩.૭૪ ડોલર પ્રતિ બૈરલ પર આવી ગયા હતા. જે ૯ નવેમ્બર ૨૦૧૮થી ઘટીને ૬૯.૭૦ ડોલર-પ્રતિ બેરલ પર આવી ગયા છે. ક્રુડપણ ૨૦ ટકા ઘટીને ૬૫.૬૦ ડોલર પ્રતિ બેરલ ઘટી ગયા હતા. સરકારી ક્રુડ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમત એક પખવાડિયા પહેલા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાલી રહેલી ક્રુડની કિમતો પરની રકમમાં પણ ઉતાર ચઠાવ થઇ રહ્યા છે. આ હીસાબથી આગામી સાત દિવસ સુધી ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ મળી શકે છે.

ઉલ્લેખનીય છે, કે કેન્દ્ર સરકાર દ્વારા શુલ્ક ઘટાડ્યા બાગ શનિવારે સતત ૨૨માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ભાવ ઘટાડાથી સામાન્ય જનતાને ફાયદો થઇ રહ્યો છે. મહત્વનું છે, કે દિલ્હી અને મુંબઇ બંન્ને જગ્યાઓ પર ડીઝલ ૭૦ રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવ પણ ૭૦ની સપાટીની ઉપર રહ્યા છે.

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિપક્ષે પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને સરકાર પર પ્રહારો કરી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડિઝલના ભાવોમાં થઇ રહેલો વધારા પાછળા વિશ્વ સ્તરે વધી રહેલા ક્રુડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે ૪ ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અને સાથે જ મોટાબાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી હતી.

(2:24 pm IST)