Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભીષણ અથડામણમાં બે આતંકવાદીને ઠાર કરાયા

પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોને સફળતાઃ ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સફળ ઓપરેશન : હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત થયો

શ્રીનગર,તા. ૧૦: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં સુરક્ષા દળોએ બે ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા. તેમની પાસેથી હથિયારો અને દારૃગોળાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અહીંના તિકુનમાં સુરક્ષા દળોએ બે ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા. શુક્રવારે સાંજે પણ ત્રાલ ગામમાં સુરક્ષા દળોએ એક ત્રાસવાદીને ઠાર કરી દીધો હતો. ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યુ હતુ. સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ ત્યારે ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. દક્ષિણ કાશ્મીરના તિકુન ગામમાં સવારે જવાનોને ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી માહિતી મળી હતી. ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. શુક્રવારના દિવસે પણ અથડામણ થઇ હતી. ત્રાસવાદીઓ સામે હાલમાં એકપછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. કારણ કે ત્રાસવાદીઓ હવે કોઇ પણ કિંમતે તેમની હાજરી પુરવા કરવા માટે હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૃપે ત્રાસવાદીઓ બહાર નિકળી રહ્યા છે. તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. જો કે સ્થાનિક કેટલાક કટ્ટરપંથીઓ અને સ્થાનિક લોકોના કારણે ત્રાસવાદીઓ તેમની વચ્ચે છુપાઇ જઇને કેટલાક હુમલા કરવામાં સફળ સાબિત થઇ રહ્યા છે. પથ્થરબાજો તેમને બચાવી રહ્યા છે. જો કે તેમની સામે પણ કાર્યવાહી હવે શરૃ કરવામાં આવી છે. ઓપરેશન ઓલઆઉટના કારણે સેંકડો ત્રાસવાદીઓનો સફાયો થઇ ચુક્યો છે. ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. તેમના મુખ્ય લીડરો ફુંકાઇ ચુક્યા છે. હજુ તેમની સામે કઠોર કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે.

(3:07 pm IST)