Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સબરીમાલા મંદિરમાં ઓનલાઈન પોર્ટલ પર ત્રણ લાખ લોકોએ કર્યું નું રજિસ્ટ્રેશન કરાવ્યું

રજિસ્ટ્રેશનમાં દશથી પચાસ વર્ષની વયમર્યાદાની 539 મહિલાઓ પણ સામેલ

 

કેરળના સબરીમાલા મંદિરના ઓનલાઈન પોર્ટલ પર ત્રણ લાખ લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં દશથી પચાસ વર્ષની વયમર્યાદાની 539 મહિલાઓ પણ સામેલ છે. કેરળ પોલીસના સહયોગથી સંચાલિત થનારા ઓનલાઈન પોર્ટલમાં પોલીસ એવા તમામ લોકોનો રેકોર્ડ સુરક્ષિત રાખે છે કે જેમણે મંદિરમાં પ્રવેશ કર્યો છે.

   સબરીમાલા દુનિયાના સૌથી મોટા તીર્થ સ્થાનોમાંથી એક છે. સબરીમાલામાં સાઉદી અરેબિયાના મક્કા બાદ સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. ગત વર્ષ સબરીમાલા મંદિરમમાં સાડા ત્રણ કરોડ લોકોએ દર્શન કર્યા હતા. ભારત સરકારના આંકડા મુજબ 2016-17ના ઉત્સવ દરમિયાન સબરીમાલા મંદિરમાં 243.69 કરોડ રૂપિયાનું દાન આવ્યું હતું.

(11:55 am IST)