Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભારતીય પત્રકાર સ્વાતિ ચતુર્વેદીને સાહસિક પત્રકારત્વ બદલ વર્ષ 2018 માટે લંડન પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરાયો

ભારતીય પત્રકાર સ્વાતિ ચતુર્વેદીને તેના સાહસિક પત્રકારત્વ બદલ વર્ષ 2018 માટે લંડન પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરાયો છે. ભાજપના આઇટી સેલના શોધ પત્રકારત્વ પત્રકારત્વ બદલ તેની પસંદગી કરવામાં આવી છે.

આઇ એમ ટ્રોલ: ઇનસાઇડ સિક્રેટ વર્લ્ડ ઓફ બીજેપી ડિજિટલ આર્મીના વિષય પર સ્વતંત્ર પત્રકારમાં સ્વાતિએ ઇટાલી, મોરોક્કો અને તુર્કીના પત્રકારોને હરાવીને એવોર્ડ જીત્યો છે.

સ્વાતીએ એવોર્ડ જીતીને પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કેમારા માટે તે ખૂબ મહત્વપૂર્ણ છે. મને નથી લાગતું કે પત્રકારોએ તેમનું કામ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ સમગ્ર વિશ્વની સરકારો તેમની ટીકાના અસહિષ્ણુ બની ગયા છે. તેને વધુમાં જણાવ્યુ હતુ કે મને ઘણી ધમકીઓ આપવામાં આવી હતી, પણ મને તેની ચિંતા નહોતી. જો મેં એમની વાત માની હોત તો હું મારુ કામ કરી શકી હોત.

(11:42 am IST)