Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભારે કરી :ગણિતનું પરિણામ નબળું આવતા શિક્ષિકાનો પગાર કાપી લેવા આદેશ :દિલ્હીની સરકારી સ્કૂલમાં ટીચરને પગારકાપની સજા

સાઉથ દિલ્હીની ઈસ્ટ ઓફ કૈલાશની સરકારી સ્કૂલમાં મેથ્સ ટીચરના પર્ફોમન્સને ખૂબ જ ખરાબ કેગેટરીમાં મુકાયું

નવી દિલ્હી: વિદ્યાર્થીના ખરાબ પરિણામ માટે દિલ્હીની એક સરકારી સ્કૂલના ટીચરને પગાર કાપની સજા મળી છે. નવમા અને દસમા ધોરણની પરીક્ષાના ખરાબ પરિણામને જોતા શિક્ષણ વિભાગે ટીચરની સેલેરી કાપવાનો આદેશ કર્યો છે. આ શિક્ષિકા સાઉથ દિલ્હીની ઈસ્ટ ઓફ કૈલાશની સરકારી સ્કૂલમાં મેથ્સ ટીચર તરીકે નોકરી કરે છે, અને તેમનું નામ પમ્મી આનંદ છે.

31 ઓક્ટોબરે સ્કૂલને શિક્ષણ વિભાગના ડિરેક્ટર સંજય ગોયલે આદેશ આપ્યો હતો કે, મેથ્સ ટીચર પમ્મી આનંદનું પર્ફોમન્સ ખરાબ હોવાથી તેમનો પગાર કાપી લેવામાં આવે. જે સેક્શનોમાં આ શિક્ષિકા ભણાવે છે તેમાં બાળકોના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા પર રિઝલ્ટ શૂન્ય રહ્યું હતું.
  શિક્ષણ વિભાગે જે પત્ર સ્કૂલને મોકલાવ્યો છે તેમાં લખ્યું છે કે, ટીચરે અપેક્ષા અનુસાર પ્રદર્શન નથી કર્યું, બાળકોના ભવિષ્યની તેમને કોઈ ચિંતા નથી લાગતી અને તેને લઈને તેમણે કોઈ ઈનિશેટિવ પણ નથી લીધો. ડીઓઈના અનુસાર, શિક્ષિકાના પર્ફોમન્સને ખૂબ જ ખરાબ કેગેટરીમાં મૂકી શકાય. સ્કૂલનું ગણિતનું પ્રી બોર્ડ અને પીરિયોડિકલ રિઝલ્ટ 10મા ધોરણમાં 34.5 ટકા અને 9મા ધોરણમાં 27 ટકા રહ્યું, જે સ્વીકાર્ય નથી.
 યોગ્ય પર્ફોમન્સ ન કરનારા ટીચરને પ્રિન્સિપાલે શોકોઝ નોટિસ મોકલી હતી, પરંતુ તેનો તેઓ સંતોષકારક જવાબ નહોતા આપી શક્યાં.

(12:00 am IST)