Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

DACA રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુ.એસ.ની અપીલ કોર્ટએ ફગાવી દીધો

સાન ફ્રાન્સિસ્કો :યુ.એસ.ની અપીલ કોર્ટએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડીફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ એરાઇવલ (DACA) રદ કરવાના કરેલા નિર્ણય વિરુદ્ધ ચુકાદો આપ્યો છે.તથા એવો નિર્ણય તાત્કાલિક અમલી બનાવી શકાય તેમ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ અમેરિકામાં જન્મેલા ઈમિગ્રન્ટ્સના બાળકોને જન્મજાત નાગરિકત્વનો અધિકાર આપ્યો હતો.જે રદ કરવા તથા આવા નાગરિકોની  હકાલપટ્ટી કરવા  ટ્રમ્પએ નિર્ણય લેતા તેના વિરુદ્ધ ઉહાપોહ થયો હતો.તથા નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.જે અંગે ગઈકાલ 8 નવે ના રોજ અપીલ કોર્ટએ ઉપરોક્ત ચુકાદો ફરમાવ્યો છે.

(12:57 pm IST)