Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

અમેરિકાના પ્રતિષ્ઠિત નેશનલ સાયન્સ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સુરેશ ગૈરીમેલા સ્થાન મેળવશે : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તૈયાર કરેલી 7 વ્યક્તિઓની યાદીમાં શામેલ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્રતિષ્ઠિત નેશનલ સાયન્સ બોર્ડમાં નિમણુંક માટે તૈયાર કરેલી 7 વ્યક્તિઓની યાદીમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સુરેશ ગૈરીમેલા સ્થાન મેળવ્યું છે.તેઓનો કાર્યકાળ 2024 ની સાલ સુધીનો ગણાશે.પ્રોફેસર ગૈરીમેલા પર્ડ્યૂ યુનિવર્સીટીની સ્કૂલ ઓફ મિકેનિકલ એન્જીનીઅરીંગમાં સેવાઓ આપે છે.તેમજ કુલિંગ ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર છે.તથા આઇ.આઇ.ટી.મદ્રાસના મિકેનિકલ એન્જીનીઅર છે.

(12:39 pm IST)