Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મંગળયાન-2ની તૈયારી : ઈસરો બે થી ત્રણ વર્ષમાં ભારતનું સૌથી ઉત્કૃષ્ટ અંતરિક્ષ મિશન ફરી મોકલશે

ઈસરોએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી જાણકારી

નવી દિલ્હી : ઈસરો આગામી બે થી ત્રણ વર્ષની અંદર ફરી દુનિયાની સામે પોતાની સિદ્ધિઓ સાબિત કરશે. ઈસરોએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી આપી છે કે 2022 કે 2023માં તેઓ ભારતનું સૌથી ઉત્કૃષ્ટ અંતરિક્ષ મિશન ફરી મોકલવાની તૈયારી કરી રહ્યું છે માર્સ ઓર્બિટર મિશન 2 . આ મિશનનું નામ હશે

    આ વખતે પણ માર્સની ચારે બાજુ ચક્કર લગાવનાર ઓર્બિટર મોકલવામાં આવશે. પરંતુ શક્યતા એવી પણ જોવાઈ રહી છે કે મંગલયાન પર લેન્ડ રોવર પણ મોકલવામાં આવી શકે છે. પહેલું મંગળયાનનું લોન્ચિંગ 5 નવેમ્બર, 2013નાં રોજ કરાયું હતું. પરંતુ તેને મંગળની કક્ષમાં પહોંચ્વા માટે 11 મહિના લાગ્યા હતા. ઈસરોના વૈજ્ઞાનિકોએ મંગળયાનને 6 મહિના માટે મંગળની કક્ષ માટે મોકલ્યું હતું પરંતુ તે હજુ પાંચ વર્ષ બાદ પણ કામ કરી રહ્યું છે. અને મંગળની જાણકારીઓ ઈસરોના સેન્ટરને મોકલે છે

(7:46 pm IST)