Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પાકિસ્‍તાનના સિંધ પ્રાંતમાં લઘુમતિ હિન્દુઓની સામે પોતાની હરકતો માટે કુખ્યાત મિયા અબ્દુલ હક ઉર્ફે મિંયા મીઠ્ઠુએ કહ્યું ઘોટકી હિંસામાં તેનો હાથ નથી

કરાચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લધુમતિ હિન્દુઓની સામે પોતાની હરકતો માટે કુખ્યાત મિયાં અબ્દુલ હક ઉર્ફ મિયાં મીટ્ઠુએ ફરી એકવાર કહ્યું છે કે, હત મહીને ઘોટકીમાં થયેલી હિન્દુ વિરોધી હિંસામાં તેનો હાથ નથી. રમખાણોના આ મામલેની તપાસ ચાલી રહી છે અને હિન્દુ સંગઠનો તથા માનવાધિકાર સંગઠનોએ આ મામલે મિયાં મીઠ્ઠુની ભૂમિકાને કઠેડામાં ઉભો કરવામાં આવ્યો છે. હિન્દુ છોકરીને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરી તેમને મુસ્લિમ બનાવવા માટે કુખ્યાત મિયાં મિઠ્ઠૂ સિંધ પ્રાંતમાં જ્યાં જઇ રહ્યો છે, ત્યાં ત્યાં સ્પષ્ટતા કરી રહ્યો છે કે, ઘોટકી હિંસામાં તેનો હાથ નથી. જ્યારે, આરોપ ચે કે, તેના ઘરવાળા જ તોફાનીઓની ભીડનું નેતૃત્વ કરી રહ્યાં હતા.

મિયાં મિટ્ઠુએ મંગળવારે કરાચી પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતને ફરી જણાવી હતી. પૂર્વ સાંસદે કહ્યું કે, ‘ઘોટકી હિંસામાં મારો કોઇ હાથ નથી. હકિકત તો એ છે કે, મારા પુત્ર અને ભત્રીજાએ ભીડને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘોટકીમાં 15 સપ્ટેમ્બરના હિન્દુઓની સામે હિંસા એક વિદ્યાર્થીના કહેવા પર ભકડી હતી કે, એક હિન્દુ શિક્ષકે મુહમ્મદ સાહેબનું અપમાન કર્યું છે.

જો કે, વિદ્યાર્થીએ બાદમાં કહ્યું હતું કે, શિક્ષકે તેને ખખડાવ્યો હતો જેનો બદલો લેવા માટે તેણે શિક્ષક પર આ નિંદાનો આરોપ લગાવ્યો હતો. તેણે શિક્ષકથી માફી માગી હતી. આ હિંસામાં એક મંદિર પર હુમલો કરવામાં આવ્યો અને હિંન્દુઓની કેટલીક દુકાનોને લૂંટી લેવામાં આવી હતી. પરંતુ, આ વિસ્તારમાં રહેતા કેટલાક મુસ્લિમ સમાજના લોકો તેની સામે આગળ આવ્યા હતા અને તેમણે 15-16 સપ્ટેમ્બરના રોજ આખી રાત મંદિરમાં વિતાવી તેની સુરક્ષા કરી હતી.

ભારચુંદી શરીફ દરગાહના પીર મિયાં મુટ્ઠુએ કહ્યુંકે, ‘કેટલાક કહેવાતા સિંધી રાષ્ટ્રવાદીઓ તેમજ સિવિલ સોસાયટી સંગઠન ઘોટકી હિંસાથી મારું નામ જોડી મને અને મારા પરિવારને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. હિન્દુ છોકરીઓને જબરજસ્તી ધર્મ પરિવર્તન વિશે પુછવા પર તેણે કહ્યું કે, આ આરોપ ખોટો અને પાયાવિહોણા છે. પરંતુ સાથે જ પરોક્ષ રીતે તે પણ કહ્યું કે, તે ઘર્મ પરિવર્તનમાં સામેલ છે.

તેનું કહેવું છે કે, વર્ષોથી સિંધ અને બલોચિસ્તાનથી બિન મુસ્લિમ મારી પાસે ઇસ્લામમાં સામેલ થવા માટે આવે છે. હું તેમને કેવી રીતે રોકી શકુ છે. કેવી રીતે પરત જવા માટે કહી શું? તેણે કહ્યું કે, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો, મીડિયાકર્મીઓ અને સાંસદોના ક સમૂહને ઘોટકી જવું જોઇએ અને ત્યાં ઇસ્લામ કબુલ કરી ચુકેલા લોકોથી મળીને સત્ય જાણવું જોઇએ.

(4:43 pm IST)
  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST