Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

PMC કૌભાંડ પર નાણા મંત્રીનું નિવેદનઃ 'કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી'

નવી દિલ્હી, તા.૧૦: પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની નિગરાણી કરે છે.  મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ કાર્યાલયમાં પત્રકારોને સંબોધતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમસી બેંક કૌભાંડના પીડિતો સાથે વાત થઈ છે. આરબીઆઈ આ મામલે અભ્યાસ કરી રહી છે. મંત્રીએ જણાવ્યું કે બેંકિંગ સચિવ આ સમગ્ર મામલાની જાણકારી લેશે. તેને લઈને અન્ય મંત્રાલયો સાથે પણ સંપર્ક કરવામાં આવશે.

સીતારમણે કહ્યું કે આ મામલે આજે સાંજે આરબીઆઈના ગવર્નર સાથે બેઠક છે. જરૂર પડ્યે સંસદના શિયાળુ સત્રમાં કો-ઓપરેટિવ બેંકના નિયમોમાં ફેરફાર કરી શકાય છે.

(3:53 pm IST)
  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST