Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

બાળકના પ્રેમ સામે હારી ગયો માં નો માનસિક રોગ

બાડમેર,તા.૧૦: માં અને બાળકના સંબંધની મોટો કોઇ સંબંધ નથી હોતો માં મમતા ન્યોચ્છાવર કરે છે. અને બાળક પોતાનો બધો પ્રેમ એક માં ને સાજી કરી દીધી હતી. જેમાંએ બાળકને રોડ પર જન્મ આપ્યો ત્યારે માનસિક રોગી હતી. જન્મ પછી છ વર્ષમાં તેને બાળકને એટલો પ્રેમ મળ્યો કે આ માં આજે પોતાના બાળકનું ધ્યાન પોતે રાખે છે. અને તેને કોઇ દવાની પણ હવે જરૂર નથી પડતી.

લગભગ છ વર્ષ પહેલા બાડમેરના કવાસમાં નિમ્બાણચોંકી ઢાણી પાસેડીસેમ્બરની કડકડતી ઠંડીની રાતમાં એક માનસિક રોગી મહિલાએ રોડ પર બાળકને જન્મ આપ્યો હતો. તે વખતે મહિલાને આ અંગેનું કોઇ ભાન ન હોતું ૨૪ કલાક સુધી રોડ પર જ તે આ નાના જીવ સાથે ખુલ્લામાં પડી રહી હતી. ત્યારપછી ચાર દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી તેને મુક બધિર અંધ વિદ્યાલય બાડમેર લાવવામાં આવી હતી. આ વિદ્યાલયના મેનેજર અનિલ શર્મા જણાવે છે કે અહીં લાવ્યા પછી તે બાળકનું નામ ધન બહાદુર અને માં નું નામ ચંપા રાખવામાં આવ્યું હતું.

પહેલા તો બાળક તેને સોંપવાનો નિર્ણય લેવો અઘરો હતો. પણ બાળકને જોતા જોતા તે સામાન્ય થવા લાગી. તેની સાથે લગાવ થવા લાગ્યો અને તે બાળકનુ પંપાળવા લાગી  જે જોતા જ આંખો ભીની થઇ હતી. થોડા સમય પછી આ બાળક પાસે કોઇ જાય તો તે બાળકને આંચલમાં છુપાવી લેતી અને કોઇને પાસે ન આવવા દેતી. ધીમેધીમે તે માનસિક રોગમાંથી બહાર આવવા લાગી અને પુત્ર ધનબહાદુરને સારી રીતે તૈયાર કરવા લાગી. એક દિવસ અચાનક તેણે ગાવાનું શરૂ કર્યુંે તે કઇ ભાષામાં ગાય છે તે તો ખબર નથી પડતી પણ જ્યારે તે ધનબહાદુરમાં ખોવાઇ જાય ત્યારે આવું કરે છેે હવે બાળકની દરેક હરકતને તે સારી રીતે સમજે છે. તેની સવારથી સાંજ સુધીની દિનચર્યા પણ વ્યવસ્થિત રીતે કરે છે.

(3:22 pm IST)