Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

કથા રંગીન નહીં, પરંતુ રસીલી હોય છેઃ પૂ. મોરારીબાપુ

ઉતરપ્રદેશનાં ગોરખપુરમાં આયોજીત ''માનસ જોગી'' શ્રીરામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ,તા.૧૦: 'કથા રંગીન નહીં પરંતુ રસીલી હોય છે. કથામાં રસીક બનીને આવવું જોઇએ કથામાં શોભામાં અભિવૃધ્ધિ કરવા નહીં પરંતુ નવ રસ પ્રાયી કરવા અને જીવનમાં ઉતારવા આવવું જોઇએ' પૂ. મોરારીબાપુએ ઉપરપ્રદેશના ગોરખપુરમાં આયોજીત '' માનસ જોગી'' શ્રીરામકથાના છઠ્ઠા દિવસે કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ ગઇ કાલે પાંચમાં દિવસે કહ્યું કે, જે ભોગી નથી, વિયોગી નથી, કુજોગી નથી, અનુપયોગી નથી, રોગી નથી, જે સોગી -સોગિયું નથી, ખોટામાં સહયોગી નથી, ઢોંગી નથી, પ્રતિયોગી નથી આવા નવ નવ લક્ષણો છે એ કોઇ પણ વ્યકિત પણ નવનાથ જેવો યોગી છે.જાલંધર, ગોપીચંદ અને ભર્તૃહરિ (ભરથરી) વગેરે પણ નાથ પરંપરામાં દિક્ષિત છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, જેમ હોડીને કિનારે આવવું હોય તો ખુબ સમય લાગે પણ કોઇ એન્જિન -મશીન સાથેની સ્ટીમરને બંધાઇને આવે તો જલ્દી કિનારે પહોંચે  એમ ગુરુજીનો બોલ સવાયો છે. સાધુ-ફકીરોની બંદગી જ પ્રમાણ છે. અંતઃ કરણ ચતુષ્ઠી છે પર ગોરખ સવાયો છે એ કહે પાંચ લક્ષણ છેઃ મન, બુધ્ધિ, અંહકાર, ચિત્ત અને ચૈતન્ય ચંદ્રમાની કળાઓ સોળ છે. પણ ગોરખ સવાયો છે એ કહે સત્તર છે, આદિતક્ષ્ય બાર છે પણ ગોરખનો બેડલો સવાયોએ કહે તે આદિત્ય છે. બાહુઅુ અશાસ્ત્રીય એટલે શાસ્ત્ર વિરૂધ્ધ નહીં પણ જેમ રાજમાર્ગને સરખો કરવા ડાયવર્ઝન કાઢવું પડે એમ અમુક શાસ્રીય ન હોય એવી વાતો થોડો સમય આવે.

કથા મુજબ શંકર-બ્રહ્મ અને વિષ્ણુજીને એક નવા રૂપમાં અનિયોજ રૂપ બનાવ્યું. જેના નામ કવિ નારાયણ, હરિ નારાયણ, અંતરિક્ષ નારાયણ, પ્રબુધ્ધ નારાયણ, દુમિતનારાયણ, કરભાજન નારાયણ, ચમશ નારાયણ. આવિરહેષ નારાયણ અને પિપ્લાયન નારાયણ રૂપમાં આવ્યાં. આજે જે વંદનીય છે એ નીંદનીય અને નીંદનીય છે એ વંદનીય બન્યા છે. સાગર અને તરંગ કહિઅત ભિન્ન ન ભિન્ન એ ચિદ્રવિલાસ છે.તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.

(3:18 pm IST)