Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પાકિસ્તાન એફએટીએફના બ્લેકલીસ્ટમાં ! આવતા સપ્તાહે ફેંસલો

ટેરર ફંડીંગ અને મની લોન્ડ્રીંગ પર લગામ કસવામાં નિષ્ફળ રહ્યુ છે ટેરરીસ્તાન

ઈસ્લામાબાદ, તા. ૧૦ :. પાકિસ્તાન ટેરર ફંડીંગને લઈને ફાય. ટાસ્ક ફોર્સના ગ્રે લીસ્ટમાં રહેશે, બ્લેકલીસ્ટ થશે અથવા તો ફરી નજર રાખવાની યાદીમાંથી બહાર થશે તે અંગેનો ફેંસલો થવાનો છે. પેરીસમાં ૧૨મીથી ૧૮મી સુધી એફએટીએફની બેઠક થવાની છે તેમાં આ અંગે ફેંસલો થશે.

આ સંસ્થાએ ગયા વર્ષે જૂનમાં પાકને ગ્રે લીસ્ટની યાદીમાં નાખ્યુ હતુ તેણે ટેરર ફંડીંગ અને મની લોન્ડીંગ વિરૂદ્ધ એકશન માટે ૪૦ ભલામણો કરી હતી જેના પર પાકિસ્તાને અત્યાર સુધીમાં અમલ કરવાનો હતો. તેણે અમલ નથી કર્યો તેથી તે બ્લેકલીસ્ટમાં જઈ શકે છે. ઈરાન અને નોર્થ કોરીયા બ્લેકલીસ્ટમા છે.

પાકિસ્તાને એફએટીએફના ગ્રે લીસ્ટમાંથી બહાર નિકળવા ધમપછાડા કર્યા છે પરંતુ તે બ્લેકલીસ્ટ થાય તેવી શકયતા છે.

પાકિસ્તાનની એક ટીમ ૧૩મીએ ફ્રાન્સ જવા રવાના થશે. ૧૪ અને ૧૫મીએ પાકિસ્તાનને લઈને બેઠકમાં ચર્ચા થશે.

(3:18 pm IST)