Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પુષ્પેન્દ્ર યાદવ એન્કાઉન્ટરને અખિલેશે ગણાવી'હત્યા' : હાઇકોર્ટના જજ પાસે કરી તપાસની માગ

યુપીમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થાય છે : અખિલેશ યાદવ

ઝાંસી : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પુષ્પેન્દ્ર એન્કાઉન્ટરને હત્યા ગણાવી છે. ઝાંસીમાં અખિલેશે કહ્યું કે પુષ્પેન્દ્રના પરિવાર સાથે અન્યાય થયો છે, આ હત્યા છે, ફેક એન્કાઉન્ટર છે. પીડિતોની એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી રહી. પીડિત પરિવાર માટે અમે ન્યાયની માગ કરીએ છીએ.

અખિલેશે હાઈકોર્ટનના સીટિંગ જજ પાસે મામલાની તપાસ કરાવવાની માગ કરી છે. અખિલેશ આરોપ લગાવ્યો કે યુપીમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથની ઘટના ઘટી રહી છે.
(2:07 pm IST)
  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST