Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

દશેરામાં લાકડીઓથી મારવાના રિવાજે ભરે કરી : ૬૦ ઘાયલી અને ૪ ગંભીર

હૈદ્રાબાદ : આંધ્ર પ્રદેશના કુર્તુલ જીલ્લાના દેવરગઢુમાં દશેરાના દિવસે બાની ઉત્સવ ઉજવાય છે. ભગવાનની મૂર્તિને પોતાની સાથે લઇ જવા માટે ઝુંટાઝુટ કરવામાં આવે છે, જેમાં શ્રધધાળુઓ એક બીજાને લાકડીઓથી મારે છે. ગઇકાલે આ પ્રથામાં ૬૦ થી વધારે લોકો ઘાયલ થયા હતા જેમાંથી ૪ની સિથતી ગંભીર છે.

જીલ્લા પોલીસ વડા ડોકટર ફકીરીયા કાગ્િેનલ્લીએ જણાવ્યું કે લગભગ એક લાખ લોકોએ આ લાઠીમાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, માલા માલ્વેશ્વર મંદિરમાં આ ઉત્સવ એક દાનવ  પર ભગવાન શંકરની જીતની યાદમાં દાયકાઓથી ઉજવવામાં આવે છે.

બાની ઉત્સવ મંગળવારે આખી રાત ઉજવવામાં આવ્યો હતો. ઉત્સવ  હિંસકરૂપ ધારણ ન કરે એટલા માટે સરકાર દ્વારા પહેલીવાર ડ્રોન કેમેરા દ્વારા નજર પણ રાખવામાં આવી હતી.

(1:06 pm IST)